બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad 450 hospitals go on strike

ચીમકી / અમદાવાદની 450 હોસ્પિટલોએ હડતાળ ઉપર જવાની ઉચ્ચારી ચીમકી, જાણો શું છે સમગ્ર મામલો

ParthB

Last Updated: 03:36 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં 450થી વધુ હોસ્પિટલો આગામી શનિવારે તમામ મેડિકલ ફેસિલિટી બંધ કરીને હડતાળ પાડશે.

  • અમદાવાદમાં રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ્સ હડતાળની ચીમકી
  • હોસ્પિટલ્સના C ફોર્મ રજિસ્ટ્રેશન અટકતા ઉચ્ચારી ચીમકી
  • અમદાવાદમાં આગામી શનિવારે તમામ મેડિકલ ફેસિલિટી બંધ કરાશે

અમદાવાદ શહેરમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન દ્વારા ફોર્મ 'C' રીન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. એકસાથે શહેરની આશરે 450 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન ફોર્મ 'C' ન થયા હોવાથી તેને તાળા મારવાની નોબત આવી છે. 

અમદાવાદ શહેરમાં 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા

આ અંગે આહનાના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, સન 1949થી છેક 2021 સુધી આમાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું 'C' ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવેલું છે. ત્યાર બાદ 2021ના ઓક્ટોબર મહિનાથી 'C' ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
   
કોઈ નિરાકરણ નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી 

બીયુનો કાયદો ખૂબ જ ગૂંચવણભરેલો અને અટપટો છે તથા તેમાં નાની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સ માટે કોઈ જુદા ધારાધોરણો નથી નક્કી કરવામાં આવેલા છે. ત્યારે હજી સુધી આ અંગે કોઈ નિરાકરણ નહીં આવતાં આગામી શનિવારે અમદાવાદ શહેરના તમામ 450 હોસ્પિટલ દ્વારા મેડિકલ ફેસિલિટી બંધ કરીને હડતાળમાં જોડાશે. આ સાથે તાત્કાલિક C- રજિસ્ટ્રેશન અટકાયેલા રજિસ્ટ્રેશનને તાત્કાલિક C ફોર્મનું રજિસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hospital ahemdabad gujarat strike અમદાવાદ ગુજરાતી ન્યૂઝ હડતાળ હોસ્પિટલ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ