બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad, 2-2 dustbins will be provided free of cost to all households from June 1

સૂકો-ભીનો કચરો / અમદાવાદમાં 1 જૂનથી તમામ ઘરે મફતમાં 2-2 ડસ્ટબિન અપાશે, આ રીતે મળશે કચરાપેટી

Mehul

Last Updated: 08:42 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા 1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવાની કવાયદમાં. શહેરના શાસકોએ કવાયત આરંભી છે. કચરો એકઠો કરવામાં ચાલતા લોલમલોલ પર બ્રેક

  • અમદાવાદમાં 1 જૂન સુધીમાં તમામ ઘરને ડસ્ટબિન 
  • સૂકો અને ભીનો કચરો માટે મફતમાં  ડસ્ટબિનની 
  • 16.5 લાખ ઘરમાં 33 લાખ ડસ્ટબિનનું  વિતરણ 


અમદાવાદના શહેરીજનો માટે આજે પણ ઘરના કચરાનો સમયસર નિકાલ થવો એ મોટી સમસ્યા છે. મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ઘેર ઘેરથી કચરો એકઠો કરવા પાછળ ખર્ચાઈ રહ્યા છે. આ કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરોને કચરામાંથી કંચન મળી રહે છે, તેમ છતાં ડોર ટુ ડોરમાં અનેક પ્રકારના ધાંધિયાં ચાલે છે. તેમાંય સૂકો અને ભીનો કચરો અલગ કરવાના મામલે તો આજેય લોલમલોલ ચાલતું હોઈ આગામી તા. 1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવાની દિશામાં શહેરના શાસકોએ કવાયત આરંભી છે.

અગાઉ ડોર ટુ ડોરની કામગીરીમાં વિવિધ મંડળીઓ કામે લાગી હતી. જોકે તેમાં લાગતા-વળગતાઓ દ્વારા તેમની ગણાતી મંડળીઓને યેનકેનપ્રકારેણ સાચવી લેવાની વૃત્તિ સીમા પારે પહોંચતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. કાગળ પરની મંડળીઓને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનાં કૌભાંડ સર્જાયાં હતાં. અનેક કોર્પોરેટરો ઘરની મંડળીઓ ચલાવતા હતા.

આ બધાં દૂષણોને ડામવા સુરતની જેમ ડોર ડુ ડોરમાં કંપનીઓને બોલાવાઈ હતી, જેમાં તેમને લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાયા છે, પણ હવે કોન્ટ્રાક્ટરોને સાચવવાની તરકીબો થવા લાગી છે. ડોર ટુ ડોરને પણ કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ડોર ટુ ગેટ બનાવી દેવાયો છે અને તેમાં પણ સૂકો અને ભીનો કચરો અલગ કરીને લઈ જવાના મામલે તો રીતસરની વેઠ ઉતારાઈ છે. માંડ બેથી ચાર ટકા કચરો અલગ જોવા મળે છે. કચરાની ગાડીમાં મહદ્અંશે તમામ પ્રકારનો કચરો સાથે જ ઠલવાઈને જઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં મ્યુનિ. સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ચૂપચાપ તેને નિહાળી રહ્યો છે.

શાસકોએ લોકો સૂકો અને ભીનો કચરો જુદો કરીને આપે તે દિશામાં બીડું ઝડપ્યું છે, જે માટે શહેરનાં તમામે તમામ 16.5 લાખ ઘરમાં 10 લિટરની ક્ષમતાનાં બે-બે ડસ્ટબિન મફતમાં આપવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

ઘાટલોડિયા વિધાનસભા હેઠળના થલતેજ વોર્ડમાં 25 હજાર ડસ્ટબિન પૈકી 17હજારનું વિતરણ થઈ ચૂક્યું છે. ઘાટલોડિયા વોર્ડમાં 25 હજાર પૈકી આઠ હજારનું વિતરણ, બોડકદેવમાં 25 હજાર ડસ્ટબિન પૈકી બે હજાર ડસ્ટબિનનું વિતરણ કરાયું છે.

શાસકો દ્વારા નાગરિકોમાં બે ડસ્ટબિનનું વિતરણ કરવા પાછળ રૂ. 25 કરોડથી વધુ ખર્ચાશે અને આગામી તા. 1 જૂન સુધીમાં બધાં ઘરમાં ડસ્ટબિન પહોંચી જશે તેવો શાસકોનો દાવો છે. હાલમાં તંત્ર પાસે એક લાખ ડસ્ટબિન હાજર સ્ટોકમાં છે.

વોર્ડ ઓફિસમાં યાદી સાથે અરજી કરવાની રહેશે

નાગરિકોએ તેમની સોસાયટીના ચેરમેન-સેક્રેટરી મારફતે સભ્યોના ઘરનંબર અને મોબાઇલ નંબરની માહિતી સાથે વોર્ડ ઓફિસમાં અરજી કરવાની રહેશે. સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિ. ડિરેક્ટરને સંબોધીને અરજી કર્યા બાદ ડસ્ટબિન મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ