Team VTV08:55 PM, 06 Feb 23
| Updated: 09:08 PM, 06 Feb 23
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેવ બાપના બગીચા કેફેમાં શુક્રવારે રાત્રીના સુમારે અચાનક કેટલાક અસામાજીક તત્વો દ્વારા આવીને કેફેમાં આતંક મચાવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદ SP રિંગ રોડ પર એક કેફેમાં તોડફોડ મામલો
તોડફોડની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
હાથમાં તલવાર, દંડા અને અન્ય વસ્તુઓ સાથે લઈને આવ્યા હતા
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલ એક કેફેમાં શુક્રવાર રાત્રીના 2 વાગ્યાના સુમારે કેટલાક શખ્શો દ્વારા ગાડીમાં આવી કેફેમાં તોડફોડ કરી હતી. ગાડી સરખી પાર્ક કરવા જેવી નજીવી બાબતે મામલો બીચક્યો હતો. કેફેમાં આવેલા શખ્શો નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આવેલ માથાભારે શખ્સો દ્વારા કેફેમાં તોડફોડ કરી આગ લગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. રાત્રીના 2 વાગ્યાના સુમારે આવેલ શખ્શો હાથમાં તલવાર, દંડા અને અન્ય વસ્તુઓ પણ સાથે લઈને આવ્યા હોવાનું સી.સી.ટી.વી.માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ધોકા, તલવારો સાથે લોકો ગાડીમાંથી ઉતર્યા
તલવાર, દંડા લઈને આવેલા શખ્શોએ કરી તોડફોડ
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવે બાપનો બગીચો કેફેમાં રાત્રીના બે વાગ્યાના સુમારે એસયુવી કાર લઈને આવેલા કેટલાક શખ્શો દ્વારા અચાનક જ હાથમાં તલવાર, દંડા સહિત અન્ય વસ્તુઓ સાથે કેફેમાં ઘુસી આવી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાની સી.સી.ટી.વી. પણ સામે આવ્યા છે.
કેફેમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો
અગાઉ પણ આ કેફેમાં મારામારી થવા પામી હતી
થોડા સમય પહેલા જ બાપનો બગીચો કેફેમાં મારામારી થઈ હતી. જેમાં કેફેના કર્મચારીઓને અન્ય વ્યક્તિઓ સાથે મારામારી થવા પામી હતી. ત્યારે બદલો લેવા માટે કેટલાક શખ્શો ગાડીઓ લઈ કેફેમાં પહોંચ્યા હતા. જેના પણ સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવવા પામ્યા છે.