બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Imran Khan's Government Falls After Midnight No-Trust Vote

પાક.માં રાજકીય સંકટ / અડધી રાતે બેઆબરૂ થઈને નીકળ્યા ઈમરાન ખાન, હવે આ વ્યક્તિ બનશે પાકિસ્તાનના PM, જાણો 10 લેટેસ્ટ અપડેટ

Hiralal

Last Updated: 07:38 AM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની રાજનીતિમા મોટી ઉથલપાથલ થઇ છે. અડધી રાતે ઇમરાન ખાનની સરકાર ભાંગી પડી છે. અવિશ્વાસ પ્રસ્તાવમાં ઇમરાન વિરુદ્ધ 174 મત પડ્યા છે.

  • પાકિસ્તાનમાં ઈમરાન સરકારનું પતન
  • વિશ્વાસ મતમાં પરાજય
  • અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડ્યા
  • હવે શેહબાઝ શરીફ નવા પ્રધાનમંત્રી બની શકે 

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આખરે મોડી રાત્રે પોતાની ખુરશી બચાવી શક્યા નહોતા. અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન ચાલી રહેલા મતદાનમાં શાસક પીટીઆઈને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ લગભગ બાબતો સ્પષ્ટ થઈ ગઈ હતી. અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં એક પણ મત પડ્યો ન હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે સોમવારે પાકિસ્તાન નેશનલ એસેમ્બલી નવા વડાપ્રધાનની પસંદગી કરશે.

જાણો 10 અપડેટ 

(1) શનિવારે મધરાત બાદ પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેઓ હારી ગયા હતા. ખાન દેશના ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન બન્યા હતા જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા હતા.
(2) 69 વર્ષીય ખાન મત સમયે નીચલા ગૃહમાં હાજર ન હતા અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના ધારાસભ્યોએ પણ તેમનો બહિષ્કાર કર્યો હતો. જો કે, બળવાખોર પીટીઆઈના સભ્યો ગૃહમાં હાજર હતા. ખાનને હટાવ્યા બાદ ગૃહના નવા નેતાને ચૂંટવાની પ્રક્રિયાનો રસ્તો સાફ થયો હતો.
(3) વિપક્ષે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શેહબાઝ શરીફ તેમના સંયુક્ત ઉમેદવાર હશે. આવી સ્થિતિમાં, રવિવારે શહેઝાબ શરીફને દેશના નવા વડા પ્રધાન તરીકે ચૂંટી શકાય છે. શેહબાઝે પ્રતિજ્ઞા લીધી હતી કે નવી સરકાર બદલાની રાજનીતિમાં સામેલ નહીં થાય.
(4) વિશ્વાસ મતની જાહેરાત બાદ શેહબાઝે કહ્યું કે, "હું ભૂતકાળની કડવાશમાં પાછા જવા માંગતો નથી. આપણે તેને ભૂલીને આગળ વધવાનું છે. અમે કોઈ પણ બદલાની કાર્યવાહી કે અન્યાય નહીં કરીએ. અમે કોઈ પણ કારણ વગર કોઈને જેલમાં મોકલીશું નહીં." વિશ્વાસ મતના પરિણામ બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવા પર સદનને અભિનંદન પાઠવ્યા હતા.
(5) પીટીઆઈના સાંસદ ફૈઝલ જાવેદે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા જ ઈમરાન ખાન વડાપ્રધાનના સત્તાવાર આવાસ છોડીને ચાલ્યા ગયા હતા. 
(6) શનિવારે પળેપળના પરિવર્તન વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલા મતદાનના પરિણામોમાં સંયુક્ત વિપક્ષને 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જેમાં વડા પ્રધાનને પદભ્રષ્ટ કરવા માટે 172થી વધુની બહુમતી જરૂરી હતી. કોઈ પણ પાકિસ્તાની વડાપ્રધાને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી.

(7) ઇમરાનની આગેવાની હેઠળની કેબિનેટે સેનેટના વડા, સ્પીકર અને ચીફ જસ્ટિસ સાથે કથિત ઇન્ટેલિજન્સ લેટર શેર કરવાનો નિર્ણય પણ લીધો હતો. જેના આધારે ઈમરાન ખાન તેમના પર વિદેશી ષડયંત્ર હેઠળ પોતાની સરકાર હટાવવાનો આરોપ લગાવી રહ્યા હતા.
(8)પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે મોડી રાત્રે તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સરકારી અધિકારી કે નેતા પરવાનગી વગર દેશ છોડીને ન જાય. એવા અહેવાલો આવ્યા હતા કે ઇમરાન ખાને પદ છોડવા માટેની ત્રણ શરતોમાંથી એક શરત પણ મૂકી હતી કે તેમના સમર્થકો, નેતાઓ અને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.
(9) ઇમરાને શુક્રવારે રાત્રે રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં અમેરિકા પર સીધો હુમલો કર્યો હતો. કેબિનેટની બેઠક બાદ ઈમરાન ખાન પાર્ટીના અન્ય સાંસદો સાથે નેશનલ એસેમ્બલી પહોંચ્યા હતા.
(10) પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર 9 એપ્રિલે જ મતદાન થવાનું હતું, જોકે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરીને એક નવું સસ્પેન્સ ઊભું કર્યું હતું. પરંતુ ઇમરાન ખાને ઇમરજન્સી કેબિનેટની બેઠક બોલાવીને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાની જાહેરાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ