બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / imran khan party decided the name of justice r azmat saeed for caretaker pm

રાજકીય ઉથલપાથલ / જાણો કોણ બની શકે છે પાકિસ્તાનના નવા વડાપ્રધાન, ઇમરાનની પાર્ટીએ આપ્યું ચોંકાવનારું નામ

Hiren

Last Updated: 12:34 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરાન ખાનની પાર્ટીએ જેમને નવાઝ શરીફને દોષી ઠેરવ્યા હતાં તેઓ (જસ્ટિસ આર અઝમત સઈદ) નું પાકિસ્તાનના કાર્યવાહક PM માટે નામ નક્કી કર્યું છે.

  • ઈમરાન ખાનની પાર્ટીએ જસ્ટિસના નામનો પ્રસ્તાવ મૂક્યો
  • ઇમરાન ખાન 15 દિવસ સુધી PM તરીકે ચાલુ રહી શકે છે
  • પાકિસ્તાનમાં આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાઈ શકે છે

ઈમરાન ખાનની પાર્ટીએ પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન માટે જસ્ટિસ આર અઝમત સઈદનું નામ નક્કી કર્યું છે. જસ્ટિસ અઝમત સઈદ એ બેંચના ભાગીદાર હતા કે જેઓએ નવાઝ શરીફને પનામા પેપર લીક મામલે દોષી જાહેર કર્યા હતાં. સઈદે વર્ષ 1997માં નવાઝ શરીફ દ્વારા સ્થાપિત એહત્સાબ બ્યુરોના વિશેષ વકીલ તરીકે પણ સેવા આપી હતી.

15 દિવસ સુધી ઇમરાન ખાન PM તરીકે રહી શકે છે પરંતુ....

વાસ્તવમાં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા બાદ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી હતી. ત્યાર બાદ ઈમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતાં. જો કે, પાકિસ્તાનના બંધારણની કલમ 224 અંતર્ગત તેઓ કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂંક ન થાય ત્યાં સુધી 15 દિવસ સુધી વડાપ્રધાન તરીકે ચાલુ રહી શકે છે, પરંતુ તેમની પાસે નિર્ણય લેવાની સત્તા નથી.

ઈમરાન ખાને રવિવારનાં રોજ તુરંત રાષ્ટ્રને સંબોધિત કરતા નવી ચૂંટણીઓનું આહ્વાન કર્યું હતું અને પાકિસ્તાનીઓને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું હતું. બીજી તરફ, વિપક્ષે ઠરાવને નામંજૂર કરવાના સરકારના કાર્યને 'ગેરબંધારણીય' ગણાવ્યો હતો. પાકિસ્તાનમાં હવે આગામી 90 દિવસમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કર્યા બાદ પાકિસ્તાનનું રાજકીય સંકટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું હતું. પરંતુ પાકિસ્તાનના ચીફ જસ્ટિસ (CJP) ઉમર અતા બંદિયાલની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની બેંચે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના સ્પીકરના નિર્ણયને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. એટલે કે ઈમરાન ખાનને હાલ રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ઈમરાન ખાન સામે સંસદમાં રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય તે પહેલાં મોટી રાજકીય રમત રમાઈ હતી. પાકિસ્તાન સંસદના ડે. સ્પિકરે વડાપ્રધાન ઈમરાન ખાન સામે રજૂ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવને જ રદ્દ કરી ઈમરાન ખાનને નવું જીવતદાન આપી દીધું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ સંસદને ભંગ કરીને ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદ પરથી પણ હટાવી દીધા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ