બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Important notice given by DEO to all private schools regarding resignation of teachers, know what

SHORT & SIMPLE / શિક્ષકોના રાજીનામાને લઇ તમામ ખાનગી સ્કૂલોને DEO દ્વારા અપાઇ મહત્વની સૂચના, જાણો શું

Megha

Last Updated: 11:08 AM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષકોની આ ચતુરાઇ પર અંકુશ લગાવવા માટે દરેક ખાનગી સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે જે શિક્ષકો પરીક્ષા બાદ જે શિક્ષકો રાજીનામું આપે તેની જાણ ડીઇઓને કરવાની રહેશે.

  • શિક્ષકો રાજીનામું આપે તો તેની જાણ ડીઇઓને કરવી 
  • પેપર ચેક કરવામાં શિક્ષકો જોડાય તે માટે બોર્ડે કડક વલણ અપનાવ્યું
  • અમદાવાદના 12 શિક્ષકોની અરજી નામંજૂર કરી

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષામાં પેપર તપાસ માટે શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની સુચના આપી છે. આ સાથે જ યોગ્ય કારણ વિના શિક્ષકોને રજા મળશે નહીં એમ પણ કહેવામાં આવ્યું છે.

મોટાભાગે એવું બને છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકો પોતાના ટ્યુશન ક્લાસ ચલાવવા માટે બોર્ડની પરીક્ષા પછી ખાનગી સ્કૂલમાંથી રાજીનામુ આપી દે અને નવા શૈક્ષણીક વર્ષથી ફરી પાછા જોડાઇ જાય છે. 

શિક્ષકો રાજીનામું આપે તો તેની જાણ ડીઇઓને કરવી 
બોર્ડની પરીક્ષા બાદ પેપર ચેક કરવામાં શિક્ષકો જોડાય તે માટે બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. જણાવી દઈએ કે શિક્ષકોની આ ચતુરાઇ પર અંકુશ લગાવવા માટે દરેક ખાનગી સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે જે શિક્ષકો પરીક્ષા બાદ જે શિક્ષકો રાજીનામું આપે તેની જાણ ડીઇઓને કરવાની રહેશે. 

12 શિક્ષકોની અરજી નામંજૂર કરી
નોંધનીય છે કે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ 39 શિક્ષકોએ પરીક્ષાના પેપર તપાસવાના કામમાં ન જોડાવવા માટે અરજી કરી હતી જેમાં બોર્ડે એ અરજી દસ્તાવેજો વગેરેની તપાસ કરીને 17 શિક્ષકોની અરજી માન્ય કરી છે અને 12 શિક્ષકોની અરજી નામંજૂર કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Big decision of Gujarat Board Board Exam GSEB GSEB Board Exam private school teachers અમદાવાદ બોર્ડની પરીક્ષા SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ