બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important News for Millions of Std. 10-12 Board Students, Gujarat Board Announces Toll Free Helpline Number

સચોટ માર્ગદર્શન / ધોરણ 10-12ની બોર્ડના લાખો વિદ્યાથીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

Vishnu

Last Updated: 12:07 AM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરઃ ૧૮૦૦ર૩૩પપ૦૦ પર 14 માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓ-વાલીઓ એક્સપર્ટ પાસેથી પરીક્ષા અંગેનું સચોટ માર્ગદર્શન મેળવી શકશે

  • ધોરણ ૧૦-૧રની બોર્ડ પરીક્ષા માટે ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
  • ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ર૮ માર્ચથી શરૂ થશે

ધોરણ-૧૦ અને ૧રની તમામ શાખાના વિદ્યાર્થીઓની ર૮ માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા પણ પૂર્ણતાના આરે છે ત્યારે અંદાજે ૧૪.૯ર   લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની ફાઇનલ પરીક્ષાની તૈયારીઓ પુરજોશથી કરી રહ્યા છે, જેને લઈ ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરઃ ૧૮૦૦ર૩૩પપ૦૦ ૧૪ માર્ચથી ૧ર એપ્રિલ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સ્પર્ટ કાઉન્સેલર અને સાઈકોલો‌જિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સવારના ૧૦થી સાંજના ૬.૩૦ વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. 

અંદાજિત કેટલા વિદ્યાર્થીઑ પરીક્ષા આપશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરણ-૧૦માં અદાજિત ૯.૭૦ લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ રર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું જાણવા મળે છે, જ્યારે ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે. ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવતાં પરીક્ષા પાછી ઠેલાઈ હતી.

ઓમિક્રોનના કેસ વધતાં બોર્ડ પરીક્ષા બે વીક પાછી ઠેલાઈ હતી
રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો હતો, જેથી   સરકાર દ્વારા ધોરણ-૧૦ તથા ૧ર બોર્ડ અને ધોરણ-૯થી ૧૧ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, એના કારણે હવે ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ૧૪ના બદલે ર૮ માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.

પહેલી વાર ધોરણ-૧૦ના ગણિતની બે પરીક્ષા અલગ અલગ દિવસે યોજાશે
ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા આ વર્ષે ર૮ માર્ચથી ૧ર એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-૧૦માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં ૩૦ માર્ચે બેઝિક ગણિત અને ૩૧ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિના કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા આપશે.

સંકળાયેલા મુદ્દાઓ

Board Students GUJARAT BOARD EXAMS Toll Free Helpline Number ગુજરાત બોર્ડ પરીક્ષા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ધોરણ 10 ધોરણ 12 બોર્ડ વિદ્યાર્થી Gujarat Board Helpline Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ