બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important News for GUJCET Students: Exam Date Announced
Priyakant
Last Updated: 02:19 PM, 23 January 2023
ADVERTISEMENT
GUJCETના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી ૩ એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે. વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
GUJCETના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ૩ એપ્રિલના રોજ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર લેવાશે ગુજકેટની પરીક્ષા, સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે#gujcet #vtvgujarati #gujarat #exams pic.twitter.com/0Cn80DBpZY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2023
જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન
આગામી 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન
ગુજકેટ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.
ગુજકેટની પરીક્ષાનું માળખું કેવું હોય છે ?
ગુજકેટની પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ માટે બહુ વિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે કુલ 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપર માટે 120 મિનિટ જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રીતે લેવામાં આવશે એટલે કે તેમાં 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.