બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ટેક અને ઓટો / important news for drivers now documents of vehicles will be valid only till october

મહત્વપૂર્ણ / વાહનચાલકો માટે રાહતના સમાચાર : એક્સ્પાયર થયેલા લાયસન્સ કે પરમિટ જેવા ડૉક્યુમેન્ટ્સની મુદ્દતમાં વધારો

Premal

Last Updated: 05:26 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કોરોના મહામારીને પગલે ડ્રાઈવિંગ લાયસન્સ, નોંધણી પ્રમાણપત્ર અને પરમિટ જેવા વાહનો સાથે જોડાયેલા દસ્તાવેજોની સમય મર્યાદા 31 ઓક્ટોબર 2021 માટે માન્ય કરી દીધી છે. MORTH મુજબ, આ સમય મર્યાદા ફક્ત એવા વાહનો પર લાગુ થશે, જેના દસ્તાવેજ 21 ફેબ્રુઆરી 2020 બાદ એક્સપાયર થઇ ગયા છે.

  • વાહનોના દસ્તાવેજની મુદ્દતની અંતિમ તારીખ વધારી
  • માત્ર 31 ઓક્ટોબર સુધી જ માન્ય ગણાશે આ કાગળીયા
  • દિલ્હી વાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

દિલ્હીમાં મળશે 30 નવેમ્બર સુધી રાહત

આ સંદર્ભે MORTHએ દરેક રાજ્ય સરકાર અને RTO ઓફિસને સુચના જાહેર કરી દીધી છે. આવો જાણીએ MORTHના આ નિર્ણયની તમારી પર કેવી અસર થશે. કોરોના મહામારીને પગલે કેજરીવાલ સરકારે રાજ્યોમાં વાહનોના દસ્તાવેજની મુદ્દત છેલ્લી તારીખ 30 નવેમ્બર કરી દીધી છે. જ્યારે આખા દેશમાં MORTHએ વાહનોના દસ્તાવેજની માન્યતાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2021 છે. કેજરીવાલ સરકારે આ નિર્ણય દિલ્હી વાસીઓની સુવિધાોને ધ્યાનમાં રાખી લીધો છે.

અગાઉ ઘણી વખત વધારાઈ છે ડેડલાઈન

આ અગાઉ ઘણી વખત ડેડલાઈનને વધારવામાં આવી છે. અગાઉ 30 માર્ચ 2020ની મુદ્દતને વધારવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી જૂન 2020માં ડેડલાઈન વધારવામાં આવી છે. ત્યારબાદ 24 ઓગષ્ટે ડેડલાઈન વધારવામાં આવી તથા ડિસેમ્બર 2020 અને માર્ચ 2021, જૂન 2021 અને હવે 30 સપ્ટેમ્બરે તેની ડેડલાઈન વધારી નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વાહન દસ્તાવેજોના રિન્યુઅલની તારીખને 31 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. તો દિલ્હી સરકારે તેની ડેડલાઈનને 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. એવામાં ડ્રાઈવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અને પરમિટને રિન્યૂ કરાવવા માટે તમારી પાસે ઘણો સમય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ