બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of AMC in the matter of stray cattle

અમદાવાદ / રખડતાં ઢોર મુદ્દે AMCનો મહત્વનો નિર્ણય: દુધાળી અને સગર્ભા ગાયોને રૂ. 5 હજારનો દંડ લઈ મુક્ત કરાશે, જાણો કેમ

Malay

Last Updated: 12:22 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે દૂધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે. આ ગાયોના માલિકો પાસેથી રૂપિયા 5 હજારનો દંડ વસુલ્યા બાદ ગાયોને મુક્ત કરાશે.

  • રખડતાં ઢોર મામલે AMCનો મહત્વનો નિર્ણય 
  • દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે 
  • રૂ.5 હજારનો દંડ લઈ ગાયોને મુક્ત કરાશે
  • લીગલ અભિપ્રાય બાદ નિર્ણય પર થશે અમલ

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. પોલીસની ટીમ દ્વારા AMCના અધિકારીઓની મદદમાં રહીને રખડતાં ઢોરને પકડવામાં આવ્યા હતા. આ રસ્તા પર રખડતા ઢોરોને પકડીને ઢોર વાડામાં રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે 
એએમસી દ્વારા દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા રૂપિયા 5 હજારનો દંડ લઈને દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવામાં આવશે. સગર્ભા ગાયો ઢોર વાડામાં બિમાર થતી હોવાથી કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લીગલ અભિપ્રાય બાદ આ નિર્ણય પર અમલ થશે.  

17 ઓક્ટોબર સુધી યોજવામાં આવી હતી ડ્રાઈવ
ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. લોકોને ઢોરના કારણે થતી મુશ્કેલીઓના સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ દ્વારા એક સપ્તાહની એક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે 17 ઓક્ટોબર સુધી ચાલી હતી. રખડતા ઢોરોના અડફેટે આવતા નાગરિકોના આકસ્મિક મૃત્યુ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશનમાં આવી હતી. 

ડીજીપીએ યોજી હતી મહત્વની બેઠક
ગુજરાત હાઇકોર્ટના રખડતા ઢોર મામલે આકરા વલણ અને જવાબદાર વિરૂદ્વ કાર્યવાહી કરવાના સુચન બાદ ડીજીપી આશિષ ભાટીયા એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે ગત શનિવારે વિવિધ જિલ્લાઓના પોલીસ વડા સાથે વીડિયો બેઠક કરી હતી. જેમાં કેટલાંક પોલીસ અધિકારીઓ દ્વારા સતત દાદાગીરી કરવામાં આવતી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જે અનુસંધાનમાં ડીજીપીએ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્વ પાસા અને તડીપાર કરવા સુધીની કાર્યવાહી કરવા માટે પણ સુચન કર્યું હતું. 

રખડતાં ઢોરને લીધે એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો
રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો  મોતને ભેટયા હતા. ત્યારે VTV ન્યૂઝ પાસે રખડતા ઢોરના ત્રાસની એક્સક્લુઝિવ માહિતી છે. ઓગસ્ટ 2021માં 314 અકસ્માત  રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423  જૂલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ