બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision for NFSA card holder of Gujarat, price of Tuvardal fixed at Rs. 50 per kg

ફાયદો / ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય, તુવેરદાળની કિંમત નક્કી કરાઇ, 70 લાખ પરિવારને મળશે લાભ

Vishnu

Last Updated: 07:11 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના NFSA કાર્ડ ધારક એવા ૭૦ લાખ પરિવારોને હવે રૂ. ૫૦ પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવેરદાળ મળશે

  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો NFSA કાર્ડ ધારકો માટે હિતકારી નિર્ણય 
  • આગામી મહિનાથી તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિલોના ભાવે વિતરણ શરૂ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. 

નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો. 

કેવી રીતે કિમંત નક્કી થાય છે?
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.

તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિલોના ભાવે વિતરણ શરૂ થશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.૫૦/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું રૂ.૫૦/- પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે. 

રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. ૧૨૦ કરોડનો વધારાનો  બોજ પડશે
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. 
રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને રૂ.૧૧/-કરોડ જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક રૂ. ૧૨૦/- કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ