બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Important changes in ITR filing rules, Finance Ministry orders

ઈન્કમટેક્ષ / ITR ફાઇલિંગ નિયમોમાં થયા મોટા ફેરફારો, નાણા મંત્રાલયે જે આદેશ આપ્યા તે જાણી લેવા જરૂરી

Priyakant

Last Updated: 04:46 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રાલયે ટેક્સ ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જાણી લો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે

  • આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ
  • સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો 
  • નવા નિયમ હેઠળ હવે વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવી શકાશે

જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું નથી, તો તરત જ ભરી દેજો. કારણ કે, અત્યાર સુધી આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. જોકે સોશિયલ મીડિયાથી લઈ ઘણી જગ્યાએ તેને વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ, સરકારે તેની છેલ્લી તારીખ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એટલે કે,  હવે તમારે કોઈપણ સંજોગોમાં 31 જુલાઈ પહેલા આવકવેરો ભરવો પડશે.

જો તમે પણ ટેક્સ પેયર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયે વધુ લોકોને ટેક્સ બ્રેકેટમાં લાવવા માટે આવકવેરા ફાઇલિંગનો વ્યાપ વધાર્યો છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા નાણાં મંત્રાલયે નોટિસ જારી કરીને આ અંગે જાણકારી આપી હતી. આ નોટિફિકેશન મુજબ હવે અલગ-અલગ આવક જૂથ અને આવક ધરાવતા લોકોએ પણ આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. નવા નિયમ હેઠળ હવે વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવી શકાશે. આ નવા નિયમો 21 એપ્રિલથી અમલી માનવામાં આવશે.

નવા નિયમો શું છે ?

નવા નિયમ અનુસાર જો કોઈપણ વ્યવસાયમાં વેચાણ-ટર્નઓવર અથવા આવક 60 લાખથી વધુ છે, તો ઉદ્યોગપતિએ રિટર્ન ફાઇલ કરવું પડશે. જો કોઈ પગારદાર વ્યક્તિની કમાણી વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ હોય તો પણ તેણે ITR ફાઈલ કરવી પડશે. TDS અને TCSની રકમ એક વર્ષમાં 25,000 રૂપિયાથી વધુ હોય તો પણ આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કરદાતાઓ માટે TDS + TCSની મર્યાદા 50,000 રૂપિયા રાખવામાં આવી છે.

આ સાથે નવા નોટિફિકેશન અનુસાર જો બેંક સેવિંગ એકાઉન્ટમાં 1 વર્ષમાં 50 લાખ કે તેથી વધુ જમા રકમ હોય તો આવા થાપણદારોએ તેમનું ટેક્સ રિટર્ન પણ ભરવું પડશે. નવા નિયમો 21 એપ્રિલથી લાગુ ગણવામાં આવશે. સરકારનું માનવું છે કે, નવા ફેરફારો સાથે આવકવેરા ભરવાનો વ્યાપ વધશે અને વધુને વધુ લોકો ટેક્સના દાયરામાં આવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ