બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / imam eight year old girl then swore to her the quran

હૈવાનિયત / મસ્જિદમાં ભણવા માટે જતી 8 વર્ષની બાળકીને ઈમામે પિંખી નાંખી, ખવડાવી કુરાનની કસમ

Pravin

Last Updated: 11:01 AM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક મસ્જિદના ઈમામે આઠ વર્ષની માસૂમ સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યું છે.

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક મસ્જિદના ઈમામે આઠ વર્ષની માસૂમ સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યું છે. એટલું જ નહીં આ પ્રકારની હૈવાનિયત આચર્યા બાદ આરોપી ઈમામે પીડિતાને કુરાનની કસમ ખવડાવી કે, તે આના વિશે કોઈને પણ કશું કહેશે નહીં.

આવી રીતે થયો ભાંડાફોડ

પણ જ્યારે બાળકી ઘરે પહોંચી તો તેના શરીરમાં લોહીના ડાઘા હતા. જ્યારે તેના પરિવારે આ ઘટના વિશે જાણ્યું તો તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી ઈમામની ધરપકડ કરી
આપને જણાવી દઈએ કે, મૈનપુરી પોલીસે આરોપી ઈમામની ધરપકડ કરી લીધી છે. તો વળી બાળકીની સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલી દેવામા આવી છે. આ પ્રકારનું શરમજનક કૃત્ય મૈનપુરીના કિસની સ્ટેશન હદ વિસ્તારના એક ગામડાની છે. 

ભણવા માટે મસ્જિદમાં જતી હતી માસૂમ

જણાવી દઈએ કે, 52 વર્ષિય આરોપી ઈમામ જમાલ અહમદ છેલ્લા 10 વર્ષથી મસ્જિદનો પ્રભારી હતો અને અહીં બાળકોને ભણાવતો હતો. પીડિત બાળકી પણ મસ્જિદમાં ભણવા માટે જતી હતી.

પીડિતાએ જણાવી આપવીતી

અહીં ઉલ્લેખનીય છે કે, પીડિત બાળકી સાંજે ચાર કલાકે દરરોજ ઘરે પાછી આવી જતી હતી, પણ બુધવારે તે ઘરે મોડી આવી હતી. તેના કપડા પર લોહીના ડાઘા હતા અને જ્યારે તેની માતાએ તેને આ અંગે પુછ્યું તો, તેણે આખી ઘટના જણાવી દીધી.

પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આરોપી ઈમામની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલું થઈ ગઈ છે. આરોપી સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ