બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / if your bike conusme more petrol then use this 6 trick to maitain a good mileage

તમારા કામનું / બાઈકમાં વધારે જાય છે પેટ્રોલ? અપનાવો આ 6 ટ્રિક, થશે પૈસાની બચત

Mayur

Last Updated: 03:16 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે જ્યારે ગ્રાહકોને પેટ્રોલમાં મોટી રાહત આપી છે, ત્યારે ભવિષ્યમાં તે ફરી વધવાના અણસાર છે. એવામાં સારુ છે કે પોતાના ટૂ-વ્હીલર વાહન ચલાવતી સમયે કેટલીક સાવચેતીઓ રખાય.

  • દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં મોટો ઘટાડો

  • તો પણ મધ્યમવર્ગને તો ભાવ 90 થી પણ વધારે 

  • પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપનાવો આ ટ્રિક્સ

પેટ્રોલના ભાવો આસમાને જઈ રહ્યા છે અને હવે તે સામાન્ય લોકોના બજેટ પર  વધારે અસર પાડે છે. ભારતમાં જ્યારે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે, ત્યારે આ કામ એટલું ઝડપથી નથી થઈ રહ્યુ. તે સિવાય ચાર્જિંગની વ્યવસ્થા પણ હજી સુધી થઈ શકી નથી. તેવામાં લોકો પેટ્રોલથી ચાલનારી બાઈક ચલાવી રહ્યા છે. જો તમારુ ટૂ-વ્હીલર સારી એવરેજ નથી આપી રહ્યુ તો તેને સરળ ટ્રીક અપનાવીને પણ વધારી શકાય છે, જરુર છે માત્ર સાચી રીત અપનાવવાની. આ માહિતીમાં અમે તમને કેટલીક એવી ટ્રીક વિશે જણાવી રહ્યા છે જેને ફોલો કરવાથી તમે પોતાની બાઈકની માઈલેજ વધારી શકો છો.

સમય-સમય પર સર્વિસ

બાઈકને સર્વિસ કરવાતા રહેવાથી તેની માઈલેજ પર મોટો ફરક પડે છે. જો તમારી બાઈક સારી સ્થિતિમાં રહેશે તો તે માઈલેજ પણ સારી આપશે. તેના એન્જિન અને ગિયરબાોક્સને લુબ્રિકેશનની જરુર પડે છે અને સર્વિસ કરાવતા રહેવાથી તેને યોગ્ય માત્રામાં મળી રહે છે, આનાથી એક લિટર પેટ્રોલમાં તમારી બાઈક સામાન્યથી પણ વધારે માઈલેજ આપે છે.

ટાયરના પ્રેશરનું ધ્યાન રાખો

તમે કદાચ આ વાત પર ધ્યાન ન આપતા હોવ, પરંતુ ટાયર પ્રેશર બાઈકની માઈલેજ પર ઘણી મોટી અસર પાડી શકે છે. ટાયરનું પ્રેશર યોગ્ય રહે તો બાઈકને ચલાવવામાં વધારે જોર ન આપવું પડે અને એન્જિન પર કોઈ વધારે લોડ ન પડે. એવામાં ટાયર પ્રેશર યોગ્ય હોય તો ચોક્કસ તમારી બાઈકની માઈલેજ વધશે.

સિગ્નલ પર બાઈક બંધ રાખો

તમને પોતાને પણ ખબર હોય છે કે થોડી માત્રામાં પણ, પરંતુ  સિગ્નલ પર બાઈક બંધ કરવાથી પેટ્રોલ બચાવી શકાય છે. તેથી જો 15 સેકન્ડથી વધારે ચુસ્ત લાલ લાઈટ લીલી થવામાં વાર હોય તો પોતાની બાઈકને બંદ કરી લો, જેનાથી તમે મહીનામાં જ જાણી શકશો કે માઈલેજ વધી ગઈ છે.

વ્યર્થમાં ક્લચ ન દબાવો

ક્લચનો સાચો અને માત્ર જરુર પડવા પર ઉપયોગ કરવાથી બાઈક ઘણી સારી માઈલેજ આપે છે. જો તમે વારે-વારે વ્યર્થમાં ક્લચ દબાવતા રહેશો તો સ્વાભાવિક રુપથી બાઈકની માઈલેજ ધટશે. તો સારી માઈલેજ મેળવવા માટે જરુરી છે કે તમે ક્લચનો ઉપયોગ માત્ર જરુર પડે ત્યારે જ કરો.

સાચા ગિયરનો ઉપયોગ

યોગ્ય સ્પીડ પર યોગ્ય ગિયરમાં બાઈક ચલાવતા રહેવાથી એન્જિન પર વધારે જોર પડશે નહી અને માઈલેજ સારી થશે. તેના સિવાય એક સ્પીડ પર બાઈક ચલાવતા રહેવાથી માઈલેજ ત્યારે વધે છે, જ્યારે તમે તેને યોગ્ય ગિયર પોજિશનમાં રાખો છો. એવામાં માઈલેજને સારી બનાવી રાખવી છે તો યોગ્ય ગિયરમાં મેન્ટેન કરવાનું રાખો. 

જીપીએસ અને ટ્રાફિક એલર્ટ

ક્યાંય પણ જવા માટે તમે જો જીપીએસનો ઉપયોગ કરો છો તો ગૂગલ તમને બિલકુલ સાચો અને સૌથી નાના રસ્તાથી લઈ જાય છે. એવામાં સ્વાભાવિક રુપથી બાઈકની માઈલેજ વધે છે. તે સિવાય ટ્રાફિક એલર્ટથી તમને આગળ થયેલા ટ્રાફિક જામની જાણકારી મળી શકે છે અને મેપ પર તમે રસ્તો બદલીને ન માત્ર ટ્રાફિકથી બચો છો, પરંતુ પેટ્રોલની બચત પણ કરો છો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ