If you want to travel abroad, you can take booster dose, Health Minister Mandvia's announcement
મહામારી /
વિદેશયાત્રા કરવી હોય તો લઈ શકો છો બૂસ્ટર ડોઝ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાનું એલાન, જાણો વિગતો
Team VTV03:24 PM, 12 May 22
| Updated: 03:26 PM, 12 May 22
વિદેશ જવા માગતા લોકો નિર્ધારીત સમય પહેલા કોરોનાનો બૂસ્ટર ડોઝ લઈ શકે છે તેવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ જણાવ્યું છે.
વિદેશ જવા માગતા લોકો વહેલો બૂસ્ટર ડોઝ લઈ શકે છે
નિર્ધારીત સમયની રાહ જોવાની જરુર નથી
સરકારે બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચેનું અંતર ઘટાડ્યું
આરોગ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ હવે જ્યારે જરૂર પડે ત્યારે બૂસ્ટર શોટ લેવા માટે પાત્ર છે.
Indian citizens & students travelling overseas can now take the precaution dose as required by the guidelines of the destination country.
This new facility will be available soon on the CoWIN portal.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 12, 2022
જે તે દેશની ગાઈડલાઈન અનુસાર બૂસ્ટર ડોઝ લઈ શકાય
એક ટ્વિટમાં માંડવિયાએ કહ્યું, "ભારતીય નાગરિકો અને વિદેશ પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓ હવે ગંતવ્ય દેશની માર્ગદર્શિકા અનુસાર બૂસ્ટર લઈ શકે છે." 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કે જેમણે બીજા ડોઝના નવ મહિના પૂરા કર્યા છે, તેઓ બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે.
બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે 3 મહિનાનું અંતર
સત્તાવાર સૂત્રોએ એવું જણાવ્યું છે કે વિદેશ જતા લોકો હવે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે હવે 90 દિવસ એટલે કે ત્રણ મહિનાનું અંતર રાખી શકશે, કેન્દ્ર સરકારે અંતર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વિદેશી મુસાફરો માટે સાવચેતીના ડોઝ અંગેના ધોરણોને હળવા કરવાનો નિર્ણય નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) ની ભલામણો પર આધારિત હતો, એમ સૂત્રોએ માહિતી આપી હતી.સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "બુધવારે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને એનટીએજીઆઈએ ભલામણ કરી છે કે જેમને વિદેશ પ્રવાસ કરવાની જરૂર છે તેઓ નિર્ધારિત નવ મહિનાના પ્રતીક્ષા સમયગાળા પહેલાં બૂસ્ટર શોટ લઈ શકે છે.
વિદેશ પ્રવાસે જનાર લોકો માટે અત્યાર સુધી 9 મહિનાનું હતું અંતર
વિદેશ પ્રવાસે જનાર લોકો માટે અત્યાર સુધી તો બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિના હતું પરંતુ હવે તે ઘટીને 3 મહિના થયું છે.
18 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકે છે બૂસ્ટર ડોઝ
કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે.