બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:18 PM, 26 February 2022
ADVERTISEMENT
દરરોજ આ વસ્તુઓનું સેવન કરશો તો વધશે વજન
જો તમે પણ ચાની સાથે આવા પ્રકારની ચીજવસ્તુઓનું સેવન કરી રહ્યાં છો, જેનાથી વજન વધે છે તો તાત્કાલિક પોતાના ડાયટમાં ફેરફાર કરો. આજે અમે એવી ચીજવસ્તુઓ અંગે જણાવીશું જેને ચાની સાથે ખાવાથી તમારું વજન વધારી શકે છે.
ADVERTISEMENT
બિસ્કીટ
વારંવાર લોકો ચાની સાથે બિસ્કીટ ખાય છે. લોકો આવુ એટલા માટે પણ કરે છે, કારણકે તેને આખો દિવસ ભૂખ ના લાગે. પરંતુ શું તમને ખબર છે, તેનાથી તમારી પેટની ફાંદ ઝડપથી વધવા લાગે છે. તેથી ભૂલથી પણ સવારે બિસ્કીટ અથવા કૂકીઝ ના ખાવા જોઈએ.
નમકીન
શું તમે પણ ચાની સાથે નમકીન ખાવાનુ પસંદ કરો છો. અહીં જણાવવાનું કે નમકીન ફ્રાય હોય છે. જેમાં વધુ માત્રામાં ફેટ હોય છે. ચાની સાથે નમકીન ખાવાથી પેટની ચરબી ઝડપથી વધવા લાગે છે.
ભાત
મોટાભાગના લોકોના આહારમાં ભાત વધુ હોય છે. પરંતુ તેનાથી બેલી ફેટ ઝડપથી વધે છે. જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો તમે ભાત ખાવાનું તાત્કાલિક છોડી દો. વહેલી સવારે ભાત ખાવાથી તમારું બેલી ફેટ ઝડપથી વધે છે. જો તમને ભાત ખાવાનુ મન થાય તો તમે બ્રાઉન રાઈસ અથવા ભાતમાં શાકભાજી ખાઈ શકો છો. પરંતુ અઠવાડિયામાં એક વખત જ આવો આહાર ખાવો જોઈએ. દરરોજ ભાત ખાવામાં કંટ્રોલ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.