બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you want to go to Dwarka Dev Darshan, read it specially! This facility is still closed today

નિર્ણય / દ્વારકા દેવ દર્શને જવાના હોવ તો ખાસ વાંચી લો! આજે પણ બંધ છે આ સુવિધા

Priyakant

Last Updated: 01:53 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ દરિયામાં ભારે કરંટ, ખરાબ હવામાન અને દરિયામાં કરંટને પગલે યાત્રીકોની સલામાતીને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવાયો

  • GMB દ્વારા મોટો નિર્ણય: ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ 
  • ખરાબ હવામાન અને દરિયામાં કરંટને પગલે લેવાયો નિર્ણય 
  • દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ દરિયામાં ભારે કરંટ  

રાજ્યભરમાં સતત વરસાદને કારણે ભારે તારાજી સર્જાઇ છે. આ તરફ હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ખરાબ હવામાન અને દરિયામાં કરંટને પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ દરિયામાં ભારે કરંટ જોવા મળતા યાત્રીકોની સલામાતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય  લેવાયો છે. 

દ્વારકા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ દરિયામાં ભારે કરંટ  

દ્વારકામાં ભારે વરસાદે થોડો વિરામ લીધા બાદ પણ દરિયામાં ભારે કરંટ  જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. GMB દ્વારા ખરાબ હવામાન અને દરિયામાં કરંટને પગલે યાત્રીકોની સલામાતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 

પાવાગઢ ખાતે રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે

પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા જવાનો જો તમારો પ્લાન હોય તો થોભી જજો. કારણ કે પાવાગઢના દર્શનાર્થે આવતા ભક્તો માટે આ નિર્ણય ઘણો જ મહત્વનો થઇ પડશે. પાવાગઢ ખાતે રોપવે સેવા આગામી 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  એન્યુઅલ મેન્ટેનન્સને કારણે 18થી 22 જુલાઇ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવશે.

સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે. મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના નદી અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે... સૌરાષ્ટ્રના નાના મોટા 141 ડેમોમાં 7.2 MCFT પાણીનો વધારો થયો છે. જામકંડોરણના દૂધીવદર પાસે ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે... ભાદર-1, ભાદર-2  અને છાપરવાડી સહિતના ડેમોમાં પાણીની આવક થઇ. ભાદર-2  ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. . સૌરાષ્ટ્રના નાના ચેકડોમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં હાલ 11 તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ