બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / If you smoke cigarettes you will have to pay 50 percentage more insurance premium if you hide it then you will have to pay a huge loss

તમારા કામનું / સિગારેટના બંધાણીઓ ઈન્શ્યૉરન્સનો આ નિયમ ખાસ જાણી લે, નહીંતર પૈસાનું થશે જોરદાર નુકસાન

Arohi

Last Updated: 04:23 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિગરેટ પીવાથી લંગ્સ કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક, ટીબી જેવી ગંભીર બીમારી થવાનો ખતરો વધી જાય છે.

  • વીમા કંપની 50 ટકા વધારે વસુલશે પ્રીમિયમ 
  • વધતા જોખમને લઈને વધી શકે પ્રીમિયમ 
  • વાત છુપાવવા પર ક્લેમ થઈ શકે છે કેન્સલ 

કોરોના મહામારી પછી વીમાનું મહત્વ ઘણું વધી ગયું છે. આ કારણે લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ લેનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા માટે જીવન વીમો લેવાનું વિચારિ રહ્યા છો અને સિગારેટ પીવો છો તો સાવચેત થઈ જજો! 

વીમા કંપની તમારી પાસેથી 50% વધુ પ્રીમિયમ વસૂલી શકે છે. વીમા કંપનીઓ સામાન્ય વ્યક્તિ કરતાં ધુમ્રપાન કરનાર પાસેથી વધુ પ્રીમિયમ વસૂલ કરે છે. સિગારેટ પીવાથી ફેફસાના કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક, ટીબી જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ વધુ પ્રિમિયમ વસૂલે છે.

સિગારેટ પીનાર પર આ રીતે વધે છે પ્રીમિયમની રકમ 
જો કોઈ વ્યક્તિ 30 વર્ષનો છે અને તેની વાર્ષિક આવક 10 થી 15 લાખ રૂપિયા છે. જો તે સિગારેટ પીતો નથી અને 1 કરોડ રૂપિયાનો ટર્મ ઈન્સ્યોરન્સ લેવા માંગે છે તો તેણે 12,173 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. આજ રીતે જો તે સિગારેટ પીવે છે તો તેણે 54 ટકા વધુ પ્રીમિયમ એટલે કે 18,178 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે જે વ્યક્તિ સિગારેટ પીવે છે તેણે દર મહિને લગભગ 600 રૂપિયા વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે.

પ્રીમિયમની પર શા માટે થાય છે અસર?
વીમા કંપનીઓના નિયમો અનુસાર સબસ્ક્રાઇબરના જીવન કવરનું પોલિસી પ્રીમિયમ જોબ પ્રોફાઇલ કરતાં ધૂમ્રપાનની આદતથી વધુ પ્રભાવિત થાય છે. ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ગંભીર બીમારી થવાનું જોખમ વધારે હોય છે. પરિણામે વીમા કંપનીઓ જોખમને ધ્યાનમાં લઈને વધુ પ્રીમિયમ વસૂલ કરે છે.

ઓછા જોખમવાળી જોબ પ્રોફાઇલ ધરાવતા લોકો (સોફ્ટવેર એન્જીનીયર, બેંકર્સ અને માર્કેટીંગ કન્સલ્ટન્ટ) ઉચ્ચ જોખમવાળી જોબ પ્રોફાઇલ વાળા પ્રોફેશનલ્સ કરતા ઓછુ જીવન વીમા પ્રિમીયમ હોય છે.

જો માહિતી આપવામાં ન આવે તો રદ્દ થઈ શકે ક્લેમ 
ઘણી વખત સિગારેટ પીનારાઓ મોંઘા પ્રીમિયમથી બચવા માટે પોલિસી ઈશ્યુ કરતી વખતે વીમા કંપનીને તેમની ધૂમ્રપાનની ટેવની જાણ નથી કરતા. જો કંપનીને વીમાનો દાવો કરતી વખતે માહિતી મળે છે તો તે તમારો દાવો રદ પણ કરી શકે છે. કેટલીકવાર કંપનીઓ મેડિકલ ટેસ્ટ કરાવવાનો વિકલ્પ પણ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ