મોટા ભાગના લોકો નાની બચત માટે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતા હોય છે. ત્યારે જો તમે પણ પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ સ્કીમ, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, PPF, NSE અને FD જેવી કોઈ સ્કીમમાં રોકાણ કર્યું છે તો આ સમાચાર ખાસ તમારી માટે જ છે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર
1 એપ્રિલથી વ્યાજના નિયમમાં થઇ રહ્યાં છે ફેરફાર
જલ્દીથી બચત ખાતું ખોલાવી દો નહીં તો....
વાસ્તવમાં 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ આ તમામ યોજનાઓ પર વ્યાજના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો તમે પોસ્ટ ઓફિસના નવા નિયમો અનુસાર રોકાણ નહીં કરો તો તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક વ્યાજનો લાભ નહીં મળે. ત્યારે અહીં વિગતે જાણીશું 1 એપ્રિલ, 2022 થી પોસ્ટ ઓફિસ માટે બદલાતા આ નિયમો વિશે….
આ કારણોસર નહીં મળે વ્યાજ - જે લોકોએ તેમના બચત ખાતાને પોસ્ટ ઓફિસમાં MIS, SCSS અને TD સાથે લિંક કર્યા નથી. તેઓને પોસ્ટ ઓફિસ દ્વારા રોકાણ કરાયેલી રકમ પર તેમને વ્યાજ આપવામાં નહીં આવે. તેની બદલે આ વ્યાજ પોસ્ટ ઓફિસ વતી ટ્રેઝરી ખાતામાં જમા કરાવી દેવામાં આવશે.
ભારતીય પોસ્ટ ઓફિસ અનુસાર, 1 એપ્રિલથી તમામ યોજનાઓ પર મળતું વ્યાજ માત્ર રોકાણના સેવિંગ એકાઉન્ટ અથવા સ્કીમ સાથે જોડાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે તમારી રોકાણ કરેલી રકમના વ્યાજ માટે હજુ સુધી જો તમે બચત ખાતું નથી ખોલાવ્યું તો તમારે તેને જલ્દીથી ખોલાવી દેવું જોઈએ.