બ્રેકિંગ ન્યુઝ
VTV / If you don't update PAN, your SBI account will be closed! As the message went viral, the government announced the truth
Hiralal
Last Updated: 04:43 PM, 28 August 2022
ADVERTISEMENT
જો તમારું ખાતું દેશની સૌથી મોટી બેંક SBIમાં છે, તો આ તમારા માટે કામની ખબર છે. એસબીઆઈ એકાઉન્ટને લઈને એક મેસેજ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક પાન નંબર અપડેટ નહીં કરે તો SBI એકાઉન્ટ બંધ થઇ જશે. સરકારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી આ મેસેજ સાથે જોડાયેલી સચ્ચાઈ શેર કરી છે.
શું કહેવાઈ રહ્યું છે વાયરલ મેસેજમાં
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, "જો એસબીઆઈ ગ્રાહક પોતાનું પાન કાર્ડ અપડેટ નહીં કરે તો તેનું એસબીઆઈ યોનો એકાઉન્ટ આજે જ બંધ થઈ જશે. એસબીઆઈના નામે જારી કરવામાં આવેલા સંદેશમાં ગ્રાહકોને તેમનું ખાતું અવરોધિત ન થાય તે માટે તેમનો પાન નંબર અપડેટ કરવા નું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
✉️ [email protected]
📞1930 pic.twitter.com/GiehqSrLcg
પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને કર્યો આવો ખુલાસો
ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ આ વાયરલ મેસેજની સાચી હકીકત જણાવી છે. પીઆઈબીએ પોતાની ફેક્ટ ચેકમાં આ દાવાઓને ફેક ગણાવ્યા હતા. પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેક એકાઉન્ટથી ટ્વિટ કર્યું, "સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નામે જે મેસેજ મોકલવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ફેક છે. એસબીઆઈ કોઈને પણ સંદેશાઓ દ્વારા તેમની વ્યક્તિગત માહિતી અપડેટ કરવાનું કહેતું નથી. જો કોઈ તમને આ પ્રકારનો મેસેજ મોકલે છે તો તમે [email protected] ઈમેલ આઈડી પર ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે 1930 નંબર પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. સરકાર સાથે જોડાયેલા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે તમે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ પણ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરતા સમાચારોનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ પીઆઈબી ફેક્ટ ચેક 918799711259 વોટ્સએપ નંબર પર મોકલી શકે છે અથવા [email protected] મેઇલ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.