બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you don't get the desired result even after hard work, do these 5 things every day, luck will shine

જ્યોતિષશાસ્ત્ર / મહેનત કર્યા પછી પણ જોઈતું પરિણામ નથી મળતું તો દરરોજ કરો આ 5 કામ, ચમકી જશે નસીબ

Megha

Last Updated: 05:13 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કયા 5 કામ નિયમિતપણે કરવાથી ભાગ્યશાળી બની શકાય છે.

  • વ્યક્તિ જીવનને સુખી બનાવવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરે છે
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 5 કામ કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં બેસીને ભોજન કરવું

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમનું જીવન સુખ-સુવિધાઓથી હંમેશા ભરેલું રહે અમે વ્યક્તિ જીવનને સુખી બનાવવા માટે દિવસ-રાત તનતોડ મહેનત પણ કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે મહેનત કર્યા પછી પણ જેટલી મળવી જોઈએ એટલી સફળતા મળતી નથી. પરિવારમાં શાંતિનો અભાવ રહે છે. આવી સ્થિતિમાં પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જેને રોજ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત બની રહે છે. ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કયા 5 કામ નિયમિતપણે કરવાથી ભાગ્યશાળી બની શકાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં બેસીને ભોજન કરવું શુભ ગણાય છે. માન્યતાઓ અનુસાર ભોજન પૂર્વ તરફ મુખ કરીને કરવું જોઈએ. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ સિવાય જમતી વખતે પગમાંથી જૂતા અને ચપ્પલ દૂર કરવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત પૂજા કર્યા પછી પૂજાના ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ રવિવારે ગુલરના ઝાડનું મૂળ લાવીને તેની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ અને આ પછી તેને તે જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રની માન્યતા અનુસાર પૂજા સ્થળ પર પૂજા દરમિયાન ચઢાવવામાં આવતાં ફૂલોને સૂકવીને તેને આદરપૂર્વક નદી કે વહેતા પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ. જો ઘરની નજીક નદી કે તળાવ ન હોય તો તેને ખાડામાં દાટી દેવું જોઈએ. 

શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી બ્રશ અને કોગળા કરવા જોઈએ અને આ પછી જ કોઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સિવાય સ્નાન કર્યા વિના ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી મા લક્ષ્મીનો ગુસ્સે થઈ જાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

astro tips   jyotish shastra જ્યોતિષ શાસ્ત્ર jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ