If you don't get 4g speed even though you have a network in your mobile, do this work quickly
ટેકનિક /
મોબાઇલમાં નેટવર્ક હોવા છતાં જો નથી મળતી 4G સ્પીડ તો જલ્દીથી કરો આ કામ
Team VTV07:46 PM, 23 Nov 20
| Updated: 07:52 PM, 23 Nov 20
આજકાલ બધા સ્માર્ટફોન 4 જી સપોર્ટ સાથે આવી રહ્યા છે, પરંતુ ઘણા લોકો નેટવર્કની સમસ્યાથી પરેશાન છે. 4 જી નેટવર્કની સ્થિતિ શહેરોમાં સારી છે પરંતુ હજી પણ ગામડાઓમાં આ સ્થિતિ બહુ સારી નથી.નેટવર્ક 3G હોય કે 4g, જો ઇન્ટરનેટની સ્પીડ સારી હોય તો તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ 4g નેટવર્ક પર સ્પીડનો અભાવ ખૂબ જ પરેશાન કરી મૂકે છે.
4g સ્પીડ માટે નેટવર્ક સેટિંગ જરૂરી છે
APN ને પણ ડિફોલ્ટ સેટિંગમાં કરવું જોઇએ
સોશિયલ મીડિયાની એપને બંધ કરી શકાય
ઘણી વાર ફૂલ નેટવર્ક હોવા છતાં પણ જો ઈન્ટરનેટની 4G એવી સ્પીડ નથી મળતી, તો ઘણા લોકોના કામ અટકી પડે છે જેને લઈને પરેશાની ઊભી થાય છે પરંતુ આના માટે કેટલીક તરીક છે જેનાથી ઈન્ટરનેટ સારી ઇન્ટરનેટ સ્પીડ મેળવી શકાય છે.
ફાઈબર કેબલ વધુ સારી સ્પીડ આપે છે
જો તમારા વિસ્તારમાં કોપર કેબલની જગ્યાએ ફાઇબર કેબલનો ઉપયોગ કરવામાં આવશે તો નેટવર્ક સારું રહેશે અને સ્પીડ પણ ઉપલબ્ધ થશે. માટે ફાઈબર કેબલનો ઉપયોગ હિતાવહ છે.
જો તમારું ઇન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે તો પહેલા ફોનની સેટિંગ્સ તપાસો. ફોન સેટિંગ્સમાં નેટવર્ક સેટિંગ્સ પર જાઓ અને પસંદ કરેલ પ્રકારનાં નેટવર્કને 4 જી અથવા LTE તરીકે પસંદ કરો.
APN ને સેટ કરો
નેટવર્ક સેટિંગ્સમાં એક્સેસ પોઇન્ટ નેટવર્ક APN સેટિંગને પણ તપાસો, કારણ કે ઝડપ માટે યોગ્ય એપીએન હોવું જરૂરી છે. એપીએન સેટિંગ્સના મેનૂ પર જાઓ અને સેટિંગને ડિફોલ્ટ રૂપે સેટ કરો.
આ સિવાય ફોનમાં હાજર સોશ્યલ મીડિયા પર નજર રાખો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો ગતિ ઘટાડે છે અને સાથે સાથે વધુ ડેટાનો વપરાશ કરે છે. તેમની સેટિંગ્સ પર જઈને પ્લે વિડિઓને બંધ કરો. ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં સેટ કરો. આનાથી ઈન્ટરનેટ ની સ્પીડ વધી શકે છે.