બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / if you do not have PUC certificate, there will be a fine of 1 thousand

તમારા કામનું / આ દસ્તાવેજ નહીં હોય અને પોલીસે પકડ્યા તો થશે રૂ.1000નો દંડ! જાણો ઓનલાઈન કઈ રીતે કરવું ડાઉનલોડ

Khyati

Last Updated: 04:15 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહનોનું લાયસન્સ સિવાય આ દસ્તાવેજ પણ મહત્વનો, જો પકડાયા તો હજાર રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો

  • દરેક વાહનોનું પીયુસી સર્ટિફિકેટ હોવુ અનિવાર્ય
  • જો તમારી પાસે ન હોય તો પીયુસી તો આ રીતે કરો પ્રોસેસ
  • ઓનલાઇન-ઓફલાઇન બંને રીતે કરી શકો છો એપ્લાય  

કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 હેઠળ, ભારત સરકારે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટી, ડ્રાઇવિંગ લાયસન્સ અને મોટર ઇન્સ્યોરન્સપોલિસીની જેમ, PUC સર્ટી પણ તમામ વાહનો માટે અનિવાર્ય છે. પછી તે ટુ વ્હિલર હોય કે ફોર વ્હિલર.PUC પ્રદૂષણ સ્તરને નીચું રાખવામાં મદદ કરે છે અને તે એક વર્ષથી જૂના વાહનો માટે માન્ય છે. કોઈપણ નવા વાહનને એક વર્ષ માટે પ્રદૂષણ પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. PUC પ્રમાણપત્રની જાળવણી ન કરવા પર 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે પીયુસી સર્ટી ડાઉનલોડ કરવું.

PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર શું છે?

પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતા વાહનો હવામાં ધુમાડો છોડે છે જેમાં CO2, NOxનું મિશ્રણ હોય છે. જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે.  PUC પ્રમાણપત્ર અથવા વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર અધિકૃત પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ દસ્તાવેજ છે જે વાહનમાંથી થતું ઉત્સર્જનનું સ્તર જણાવે છે. આ કેન્દ્રો દ્વારા વાહનનું પરિક્ષણ કર્યા પછી તેમાંથી થતુ ઉત્સર્જન સરકાર દ્વારા નિર્ધારિત ધોરણોની અંદર છે કે કેમ તેની ખાતરી કર્યા પછી જ પીયુસી આપવામાં આવે છે. 

PUC કેવી રીતે મેળવવું ?

તમે સરકારી સંલગ્ન PUC કેન્દ્રો અને આરટીઓ જેવી અધિકૃત સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અથવા ઑફલાઈન માન્ય PUC પ્રમાણપત્ર મેળવી શકો છો. 

PUC પ્રમાણપત્ર ઑફલાઇન કેવી રીતે મેળવવું?

  • તમારા વાહનને એમિશન ટેસ્ટ સેન્ટર (ઉત્સર્જન પરીક્ષણ કેન્દ્ર) પર લઈ જાઓ જ્યાં કમ્પ્યુટરની સુવિધા હોય છે
  • આ કેન્દ્ર ટેલ પાઇપમાં એક યંત્ર લગાવીને કારની તપાસ કરશે અને  ઉત્સર્જન સ્તરની તપાસ કરશે
  • ફી ભરો અને પીયુસી પ્રમાણપત્ર મેળવો

PUC પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે મેળવવું ?

  • સત્તાવાર વેબસાઇટ www.parivahan.gov.in પર જાઓ
  • તેમાં ટ્રાન્સપોર્ટેશન સેક્શનમાં જાઓ. 
  •  તમારો 5 અંકનો વાહન ચેસીસ નંબર દાખલ કરો 
  •  વાહન નોંધણી નંબર પણ દાખલ કરો
  • 'PUC વિગતો' પસંદ કરો
  • તેની પ્રિન્ટ આઉટ લો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ