બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / If you are worried about dandruff in winter, then adopt this home remedy, you will get immediate relief

તમારા કામનું / શિયાળામાં ડેન્ડ્રફને લઈને પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય, તુરંત મળી જશે છુટકારો

Megha

Last Updated: 04:14 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શિયાળાના દિવસોમાં અમે તમને ડેન્ડ્રફને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને અજમાવીને તમે  ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો.

  • શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા થતી હોય છે
  • શુષ્ક હવામાન અને વાળમાં જમા થયેલી ગંદકીને કારણે ડેન્ડ્રફ થાય 
  • ડેન્ડ્રફને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય

સામાન્ય રીતે શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા થતી હોય છે. આ ઠંડીના દિવસોમાં ડેન્ડ્રફને કારણે છોકરીઓ ન તો કોઈ હેરસ્ટાઈલ બનાવી શકે છે અને ન તો વાળ બરાબર ખુલ્લા રાખીને ફરી શકે છે. અત્યારની સિઝનમાં વાળમાં કાંસકો ફેરવતાની સાથે જ ડેન્ડ્રફ  પાવડરની જેમ આખા વાળમાં ફેલાઈ જાય છે. જો કે આ ડેન્ડ્રફ પાછળનું કારણ શુષ્ક હવામાન અને વાળમાં જમા થયેલી ગંદકી હોઈ શકે છે. આ શિયાળાના દિવસોમાં અમે તમને ડેન્ડ્રફને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને અજમાવીને તમે  ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો. 

લીમડાની પેસ્ટ
પ્રાચીન સમયથી જ ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે જણાવી દઈએ કે  લીમડામાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને તેને કારણે લીમડો ડેન્ડ્રફને દૂર કરવામાં અસરકારક છે. શિયાળામાં માથામાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને લગભગ અડધા કલાક સુધી વાળમાં રાખીને ધોઈ લો. 

એપલ વિનેગર 
ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે એપલ વિનેગરને પાણીમાં મિક્સ કરીને વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરી શકાય છે. જણાવી દઈએ કે ડેન્ડ્રફ દૂર કરવા માટે 2 મગ પાણીમાં એપલ વિનેગર મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો અને આ મિશ્રણને વાળમાં 2-4 મિનિટ રહેવા દો અને પછી વાળ ધોઈ લો.  

નાળિયેર તેલ અને લીંબુ
જણાવી દઈએ કે નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ શિયાળામાં ડેન્ડ્રફ દૂર કરવા માટે નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. એ બાદ 10-15 મિનિટ પછી વાળ ધોઈ લો આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. 

દહીં
એક્સપર્ટની માનીએ તો ખટાશને કારણે વાળમાંથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે અને જો તમારે ડેન્ડ્રફથી છુટકારો મેળવવો હોય તો ખાટા દહીંને સસ્કેલ્પ અને વાળમાં સારી રીતે લગાવો અને તેને 20-25 મિનિટ માટે રહેવા દો. આ પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. આ રીત અજમાવવાથી ડેન્ડ્રફ તો દૂર થશે. 

એલોવેરા જેલ
જણાવી દઈએ કે એલોવેરામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલ કાઢીને વાળમાં 15-20 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળ ધોઈ લો.આ રીત અજમાવવાથી ડેન્ડ્રફ તો દૂર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ