If you are thinking of buying your own house or car this festive season, hurry up, this bank has reduced its loan rates
ના હોય /
આ ફેસ્ટિવ સિઝનમાં પોતાનું ઘર કે કાર લેવાનું વિચારતાં હોવ તો જલ્દી કરો, આ બેન્કે તેના લોનના દરમાં ઘટાડો કર્યો
Team VTV06:01 PM, 17 Oct 21
| Updated: 06:02 PM, 17 Oct 21
તહેવારોની સિઝનમાં બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેન્કોએ ગ્રાહકોને હોમ લોન અને કાર લોનના રેટ ઘટાડીને ભેટ આપી છે.
તહેવારોની સિઝનમાં બેન્કોને ગ્રાહકોને મોટી ભેટ
બેન્ક ઓફ ઈન્ડીયાએ ઘટાડ્યા વ્યાજ દર
હોમ લોન અને કાર લોનના રેટમાં કર્યો ઘટાડો
આ ફેસ્ટિવ સિઝનમાં ઘણી બધી બેંકોએ સસ્તા દરે લોનો આપી રહી છે
આ તહેવારોની સિઝનમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા સહિતની ઘણી બેંકોએ હોમ લોન અને કાર લોનના દર ઘટાડીને તેમના ગ્રાહકોને ભેટ આપી છે. રવિવારે બેંન્ક ઓફ ઈન્ડિયાએ કાર લોન અને ઘર પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. એટલે કે, હવે BOI ના ગ્રાહકોને સસ્તી હોમ લોન અને વાહન લોન મળશે
વ્યાજ દરમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર બેંકે હોમ લોન પર 35 બેસિસ પોઈન્ટ અને કાર લોન પર 50 બેસિસ પોઈન્ટ કાપ્યા છે. આ કપાત પછી હવે BOI ના ગ્રાહકોને 6.50 ટકા પર હોમ લોન મળશે, અગાઉ તે 6.85 ટકા હતી. તે જ સમયે, વાહન લોન માટેનો નવો વ્યાજ દર 7.35 ટકા થી ઘટીને 6.85 ટકા થયો છે.
આ ઓફર કેટલો સમય ચાલશે
બેંક ઓફ ઇન્ડિયાના આ નવા દર સોમવાર, 18 ઓક્ટોબરથી લાગુ થશે. ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી આ કપાતનો લાભ લઇ શકશે. આ સિવાય બેંક 31 ડિસેમ્બર સુધી હોમ લોન અને વાહન લોન પર પ્રોસેસિંગ ફી પણ નહીં લે. એટલે કે સોમવારથી કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાહન લોન પર પ્રારંભિક EMI 1502 રૂપિયા હશે. તે જ સમયે, હોમ લોન પર 632 રૂપિયાનો પ્રારંભિક EMI ચૂકવવો પડશે. બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ઘરે બેઠા આ ખાસ ઓફરનો લાભ લઇ શકે છે. હોમ લોન માટે, 7669300024 પર એસએમએસ અને કાર લોન (વાહન લોન) માટે 766930024 પર એસએમએસ કરો. ગ્રાહકો 8010968305 પર મિસ્ડ કોલ દ્વારા વિશેષ ઓફર પણ મેળવી શકે છે.