બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you are planning to visit Ambaji on weekends, read this,Collector has taken a big decision

નિર્ણય / વીકેન્ડમાં અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન કરતા હોય તો આ વાંચી લેજો, તંત્રએ લીધો છે મોટો નિર્ણય

Mehul

Last Updated: 09:17 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હડાદ પાસે દાંતાથી અંબાજી તરફ જતા ખાનગી પેસેન્જર્સ વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધ.કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

  • અંબાજી તરફ જતો રસ્તો દાંતાથી બંધ 
  • ખાનગી વાહન ચાલકો માટે રસ્તો બંધ 
  • પદયાત્રીઓની સુરક્ષાના કારણે નિર્ણય 

બનાસ કાંઠાના અંબાજી તરફ તમારું પોતાનું વાહન લઈને  જતા હો તો એક સાવચેતી ખાસ રાખજો કારણકે, અંબાજી બાજુનો એક માર્ગ બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે.વહીવટી તંત્રએ દાંતા-અંબાજી માર્ગ બંધ કરી દીધો છે. જ્યાં ખાનગી  પેસેન્જર વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

મેળો રદ્દ છતાં માનવ મહેરામણ 
 અંબાજીમાં ભાદરવા મહિનાનું અને ખાસ કરીને ભાદરવી પૂનમનું મહાત્મ્ય વિશેષ છે અત્યારે, વિવિધ સંઘ અંબાજી તરફ પદયાત્રાના માર્ગે છે.આ સિવાય કેટલાય શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પદયાત્રાએ હોય છે આવા સંજોગોમાં દાંતાથી અંબાજી તરફ જવાનો માર્ગ ખાનગી વાહનો માટે બંધ કરવમાં આવ્યો છે. હડાદ નજીક એક અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણ પદયાત્રીઓના મોત નિપજ્યા બાદ વહીવટી તંત્રએ પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખતા આ નિર્ણય લીધો છે.જિલ્લા વહીવટી તંત્રએ હડાદ -દાતા-અંબાજી રસ્તો બંધ કરી દેતા વહીવટી તંત્રની ટીકા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમનો મેળો રદ્દ થયો હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ જઈ રહ્યા હોવાના પરિણામે વહીવટી તંત્રને આવો નિર્ણય લેવાની ફરજ પડી છે.

 કલેકટરે બહાર પાડ્યું જાહેનામું 

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરે યોજાનારો ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયાની ઘોષણા થઇ ચુકી છે.પરંતુ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેવાના વહીવટી તંત્રના નિર્ણયથી ભાવિકોમાં ખુશીનો માહોલ છે. આ દરમિયાન બે વર્ષ પછી શ્રદ્ધાળુઓ પદયાત્રાથી અંબાજી પહોચવા ભારે ઉત્સાહિત છે. આ પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી તરફનો માર્ગ ખાનગી વાહન ચાલકો માટે બંધ કરાયો છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ