If you are a diabetic patient! So regularly adopt these 5 habits in daily life, Blood Sugar will be under control
હેલ્થ ટિપ્સ /
જો તમે છો ડાયાબિટીસના પેશન્ટ! તો રોજિંદા જીવનમાં અચૂકથી અપનાવો આ 5 આદત, Blood Sugar રહેશે કંટ્રોલમાં
Team VTV10:16 AM, 09 Jan 23
| Updated: 11:22 PM, 22 Apr 23
સવારથી રાત સુધી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે શું ખાવું, ક્યારે કસરત કરવી અને કેટલો આરામ કરવો જોઈએ, આ બધી બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ.
ડાયાબિટીસથી બચાવવાની ઘણી અલગ અલગ રીતો છે
ડાયાબિટીસના દર્દીઓએ ગ્લુકોઝનું સ્તર જાળવી રાખવા આ આદતો અપનાવવી જરૂરી
ડાયાબિટીસના દર્દીઓએ આ બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ.
ડાયાબિટીસ આજકાલ એક મોટી સમસ્યા છે. ઘણા લોકોમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળે છે જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે પણ તેઓ નથી જાણતા કે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસ એક રોગ છે જે ખૂબ જ જીવલેણ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલની બીમારી છે અને ભારતમાં આ બીમારી મહામારીનું રૂપ લઈ રહી છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે અને આવી સ્થિતિમાં તેનાથી બચાવવાની રીતો પણ અલગ છે.
એક્સપર્ટસ મુજબ શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન બનવાને કારણે ડાયાબિટીસ થાય છે. આ જેનેટિક, વધતી ઉંમર અને ચરબીને કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ વ્યક્તિએ તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે જાણવું જોઈએ કે સવારથી રાત સુધી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું કેટલું મહત્વપૂર્ણ છે. આ માટે દિવસભર ખોરાક અને લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું પડશે. કેટલું અને કયા સમયે ખાવું , શું ખાવું, ક્યારે કસરત કરવી અને ઓછો આરામ કરવો જોઈએ, આ બધી બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ. જો ડાયાબિટીસના દર્દીઓએ ગ્લુકોઝનું સ્તર જાળવી રાખવું હોય તો આ 5 આદતો અપનાવવી જરૂરી છે.
ચાલવું
ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવાર-સાંજ ચાલવું જોઈએ અને એ સાથે જ એમ પણ જોવાનું રહ્યું કે શારીરિક ગતિવિધિઓ જળવાઈ રહે છે જેથી વજન ન વધે. જો તમે ચાલવા માટે અલગથી સમય નથી કાઢી શકતા તો રોજિંદા જીવનના કામ માટે ચાલીને ઓફિસ અને માર્કેટ જવાનું રાખો.
ફાઇબરયુક્ત ખોરાક ખાઓ
એકપર્ટ્સની સલાહ પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઈબર કોઈ વરદાનથી ઓછું નથી. ફાઈબર લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને એ માટે વારંવાર ખાવાની જરૂર પડતી નથી. આ સ્થિતિમાં બ્લડ સુગર લેવલને જાળવી રાખવું સરળ બની જાય છે.
તાજા ફળોનું જ્યુસ પીઓ
ડાયાબિટીસના દર્દીઓએ ખાસ તાજા ફળોનું જ્યુસ પીવું જોઈએ. એમ કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. ખાસ કરીને ધ્યાન રાખો કે પેક્ડ જ્યુસ ક્યારેય ન પીવું જોઈએ કારણ કે તેમાં ખાંડ ઉમેરવામાં આવી હોય છે અને તેના કારણે બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.
ડિનર પછી તરત ન સૂવું જોઈએ
ઘણા લોકોને ડિનર પછી તરત જ સૂવાની આદત હોય છે અને એ કારણે બ્લડ શુગરનું સ્તર વધી શકે છે. એટલા માટે સૂતા પહેલા 10 થી 15 મિનિટ ચાલવું વધુ સારું માનવામાં આવે છે.
હાઇડ્રેટેડ રહો
કેટલાક લોકો એ વાતનું ધ્યાન રાખતા નથી કે તેઓ યોગ્ય માત્રામાં પાણી પી રહ્યા છે કે નહીં. એટલા માટે નિયમિત અંતરે પાણી પીતા રહેવું જોઈએ. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી. એટલે પોતાની જાતને હાઈડ્રેટ રાખો.