બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અજબ ગજબ / Daily Horoscope / If you also see this thing frequently in dreams, then this alert can be a big sign
Last Updated: 05:07 PM, 7 May 2022
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સૂતી વખતે જોયેલા સપનાની નિશાની જીવનમાં બનતી ઘટનાઓ દર્શાવે છે. તેઓ વાસ્તવિક જીવન સાથે સંબંધિત છે. કેટલાક સપના જે વ્યક્તિ જુએ છે તે આનંદદાયક હોય છે જ્યારે કેટલાક સપના વ્યક્તિ માટે ડરાવણા હોય છે. ઘણીવાર લોકો સપનામાં દિવસભરમાં બનેલી ઘટનાઓ જ જુએ છે. પરંતુ કેટલાક સપના પહેલાથી જ જીવનમાં થવાના બનાવ સારા અને ખરાબ વિશે સંકેત આપે છે.
ADVERTISEMENT
સપનામાં સાપ જોવો શુભ કે અશુભ ગણાશે ચાલો જાણીએ. સ્વપ્નમાં સાપને રસ્તા વચે સરકતાં જોવો ,તમે સાપની વચ્ચે ફસાયેલા જોવા વગેરેના વિવિધ અર્થ છે. જાણો
સ્વપ્નમાં કયા પ્રકારના સાપ સૂચવે છે
ADVERTISEMENT
૧.સ્વપ્નમાં સોનેરી સાપ જોવો
જો કોઈ વ્યક્તિ સપનામાં સોનેરી રંગનો સાપ જુએ છે તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેને પિતૃદોષ વિશે જણાવે છે. મતલબ કે જો તમે આવું સપનું જુઓ તો સમજી લો કે તમારા પિતા તમારાથી નારાજ છે. તેથી પિતૃઓને રાજી કરવા પૂજા-પાઠ વગેરે કરવું.
2. સફેદ રંગના સાપનું દેખાવું
સપનામાં સફેદ રંગનો સાપ જોવો એ શુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે ખૂબ જ જલ્દી તમને ક્યાંકથી પૈસા મળવાના છે.
3. મરેલ સાપ જોવો
સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા સપનામાં મરેલ સાપ જુઓ છો, તો તેને કુંડળીમાં રાહુ દોષ સૂચવે છે. અને રાહુના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
4. સાપ તમારો પીછો કરે
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સપનામાં કોઈ સાપ તમારો પીછો કરે છે. તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં કોઈ એવી વસ્તુ છે જેના કારણે તમે ખૂબ જ ડરી ગયા છો અથવા તે બાબતને લઈને ચિંતિત છો.
5. સાપનું ટોળું જોવું
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં સાપનું ઝુંડ દેખાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારે આવનારા સમયમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.