બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / If these symptoms are seen, be careful, when there are low platelets in the blood, consume this foods
MayurN
Last Updated: 06:29 PM, 4 June 2022
ADVERTISEMENT
પ્લેટલેટ્સ આપણા શરીરમાં બ્લડ કલોટ્સ બનાવવામાં મદદરૂપ
તમારા શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા જ તમારા સ્વસ્થ શરીરની નિશાની છે. શરીરમાં પ્લેટલેટ્સની માત્ર ઓછી થવા પર તમારે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. પ્લેટલેટ્સ એ એવા બ્લડસેલ્સ છે જે બ્લીડીંગને રોકવામાં મદદ કરે છે. પ્લેટલેટ્સ આપના શરીરમાં બ્લડ કલોટ્સ બનાવવામાં મદદ કરે છે. જેથી જયારે શરીર પર કોઈ ઘાવ પડે તો વધુ લોહી ન નીકળે અને ઘાવ જલ્દી રૂઝાવા લાગે.
થ્રોમ્બોસાઈટોપેનિયા નામની બીમારી થઇ શકે છે
શરીરમાં પ્લેટલેટ્સ ની સંખ્યા ઓછી થવા પર વ્યક્તિને થ્રોમ્બોસાઈટોપેનિયા નામની બીમારી થઇ શકે છે. શરીરમાં પ્લેટલેટ્સ વધારવા માટે તમારે ખાસ પ્રકારનું ભોજન, ડાયટ કે સપ્લીમેન્ટ નું સેવન કરવું પડે છે. આ સિવાય શરીરમાં બોડી પ્લેટલેટ્સ વધારવા માટે ઘણા નેચરલ ઉપચાર પણ અપનાવી શકો છો.
ADVERTISEMENT
લો પ્લેટલેટ્સ કોને કહેવાય છે
પ્લેટલેટ્સ રંગવિહીન બ્લડ સેલ્સ હોય છે જે બ્લડ ક્લોટિંગ માટે મહત્વનો ભાગ ભજવે છે. જયારે કોઈ વ્યક્તિના શરીર પર કોઈ ઘાવ વાગે ત્યારે આ સેલ્સ એકબીજાને મળી જાય છે અને ત્યાંથી લોહીનો સ્ત્રાવ થતો અટકાવે છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, પુખ્ત વયના લોકોના લોહીમાં પ્લેટલેટ્સની રેન્જ માઇક્રોલિટર દીઠ 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ છે. જ્યારે કોઈ વ્યક્તિના લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ 1,50,000 પ્રતિ માઇક્રોલિટર ઘટી જાય છે, ત્યારે તેને લો પ્લેટલેટ્સ કહેવામાં આવે છે.
ઓછા પ્લેટલેટ્સના લક્ષણો:
નાકમાંથી રક્તસ્ત્રાવ
પેઢામાંથી લોહી નીકળવું
પેશાબમાં લોહી
મળમાં લોહી દેખાવું
પીરિયડ્સ દરમિયાન ખૂબ જ રક્તસ્ત્રાવ થાય
ત્વચા પર વાદળી-ભૂરા રંગના ડાઘા
આ વસ્તુઓથી પ્લેટલેટ્સની સંખ્યા વધારો થશે.
આહારમાં અમુક વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ કરીને પ્લેટલેટ્સ કાઉન્ટ વધારી શકાય છે.
ફોલેટથી ભરપૂર ખોરાક
હેલ્થી બ્લડસેલ્સ માટે ફોલેટ કે વિટામિન બી9 ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, એક પુખ્ત વયની વ્યક્તિને દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલેટની જરૂર પડે છે, જ્યારે સગર્ભા સ્ત્રીને એક દિવસમાં 600 માઇક્રોગ્રામ ફોલેટની જરૂર હોય છે.
આ વસ્તુઓમાં જોવા મળે છે ફોલેટ અને ફોલિક એસિડ:
બીફ લીવર
લીલા પાંદડાવાળા શાકભાજી
લોબિયા
ચોખાં
યીસ્ટ
વિટામિન B12 યુક્ત આહાર
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B12 ની જરૂર હોય છે. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાને દિવસમાં 2.8 માઇક્રોગ્રામ વિટામિન B12 ની જરૂર હોય છે.
B12 આ વસ્તુઓમાં જોવા મળે છે:
બીફ અને બીફ લીવર
ઇંડા
માછલી જેવી કે ટુના, સૈલ્મન, ટ્રાઉટ
શાકાહારીઓના શરીરમાં વિટામિન બી 12 ની ઉણપને પૂરી કરવા માટે:
અનાજ
બદામ દૂધ અને સોયા મિલ્ક
સપ્લિમેન્ટ્સ
વિટામિન C યુક્ત આહાર
ઇમ્યુન ફંક્શન માટે વિટામિન સી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ પ્લેટલેટ્સ સારી રીતે કામ કરે તેનું પણ ધ્યાન રાખે છે. સાથે જ શરીરની આયર્નને શોષવાની ક્ષમતા પણ વધી જાય છે. વિટામિન સી ઘણાં ફળો અને શાકભાજીમાંથી મળી આવે છે, જેમ કેઃ
બ્રોકોલી
સ્પ્રાઉટ્સ
લાલ અને લીલા કેપ્સિકમ
સાઇટ્રિક
ફળો જેવા કે નારંગી અને ગ્રેપફ્રૂટ્સ
કીવી
સ્ટ્રોબેરી
વિટામિન D યુક્ત આહાર
હાડકાં, સ્નાયુઓ અને રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન D ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે વિટામિન D પણ મેળવી શકે છે. જો કે, દરેક વ્યક્તિ સૂર્યપ્રકાશમાંથી વિટામિન D લઈ શકતા નથી. ખાસ કરીને જે લોકો ઠંડી જગ્યાએ રહે છે, તેમના માટે સૂર્યના સંપર્કમાં આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. 19 થી 70 વર્ષની વયના લોકોને દરરોજ 15 માઇક્રોગ્રામ વિટામિન Dની જરૂર હોય છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને દરરોજ 20 માઇક્રોગ્રામ વિટામિન Dની જરૂર હોય છ...
આ વસ્તુઓમાં મળે છે વિટામિન D:
ઇંડાનો પીળો ભાગ
ઓઈલી માછલી
ફિશ લીવર ઓઈલ
સપ્લીમેન્ટ
દહીં
મશરૂમ
નારંગીનો રસ
સોયા મિલ્ક
તમે આ સપ્લિમેન્ટ્સનું સેવન પણ કરી શકો
કેટલાક સપ્લિમેન્ટ્સ છે જે તમારા પ્લેટલેટ્સની કાઉન્ટમાં વધારો કરી શકે છે. જો કે, કોઈપણ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરને મળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
ક્લોરોફિલ - ક્લોરોફિલ એ વનસ્પતિમાં જોવા મળતું ગ્રીન પીગમેન્ટ છે. આલ્ગી આધારિત સપ્લિમેન્ટ્સમાં ક્લોરોફિલનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે.
પપૈયાના પાનનો રસ - વર્ષ 2017માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું પપૈયાના પાનના જ્યુસનું સેવન કરવાથી પ્લેટલેટની ગણતરી વધી શકે છે. ઘણા હેલ્થ સ્ટોર્સમાં પપૈયાના પાનના રસમાંથી બનેલી ગોળીઓ પણ મળે છે.
આ વસ્તુઓનું સેવન ન કરો
કેટલાક ખોરાક અને પીણાં છે જે તમારા પ્લેટલેટ્સની ગણતરી વધારવાને બદલે ઘટાડી શકે છે. જેમ કે કૃત્રિમ સ્વીટનર, ક્રેનબેરીનો રસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.