If there is a problem in getting married or there are quarrels in married life, then do this small remedy on the day of Vasant Panchami.
આસ્થા /
લગ્ન થવામાં અડચણ આવી રહી છે? તો વસંત પંચમીના દિવસે આ રીતે કરો કામદેવ-રતિની પૂજા
Team VTV04:24 PM, 23 Jan 23
| Updated: 04:25 PM, 23 Jan 23
જો તમારા વૈવાહીક જીવનમાં ખુશાલી અને શાંતિ નથી રહેતી અને હંમેશા લડાઈ-ઝઘડાનો માહોલ રેહતો હોય કે લગ્ન થવામાં વાર લાગી રહી હોય તો વસંત પંચમીના દિવસે કામદેવ-રતિની આ રીતે કરો પૂજા.
લગ્ન થવામાં વાર લાગી રહી છે?
વૈવાહીક જીવનમાં ખુશાલી અને શાંતિ નથી રહેતી?
વસંત પંચમીના દિવસે કામદેવ-રતિની આ રીતે કરો પૂજા
વર્ષ 2023ના 26 જાન્યુવારીના દિવસે વસંત પંચમી(Basant Panchami)નો તહેવાર મનાવવામાં આવશે.માન્યતા છે કે વસંત પંચમી પર કામદેવ રતીની પૂરી વિધિ-વિધાનથી પૂજા કરવાથી સારા વરની કામના જલ્દી પૂરી થઇ છે, સાથે સાથે લગ્ન થવામાં વાર લાગે તો એ સમસ્યાનું પણ સમાધાન આવી શકે છે, આવો જાણીએ વસંત પંચમીના દિવસે કેવી રીતે કામદેવ-રતિની પૂજા કરવી જોઈએ.
કામદેવ-રતીની પૂજાનું મહત્વ
ધાર્મિક શાસ્ત્રો અનુશાર માન્યતા છે કે કામદેવ જેને પ્રેમના સ્વામી પણ કહેવામાં આવે છે એમના અને એમની પત્ની રતિનો ભાવ-વિભોર પ્રેમ,નૃત્યથી સમસ્ત મનુષ્યો અને પશુ-પક્ષીઓમાં પ્રેમ ભાવની ઉત્પતિ થાય છે. સાથે જ કામદેવની કૃપાથી પ્રેમ સંબંધો(Love Life)અને વૈવાહિક સબંધો(Married Life)માં મધુરતા બની રહે છે. દેવી રતિને મિલાપની દેવી માનવામાં આવે છે.જેમની પૂજા કરવાથી પ્રેમ સંબંધ સ્થિર રહે છે અને સબંધોમાં મીઠાશ બની રહે છે.
પૂજાની વિધિ
વસંત પંચમીના દિવસે સૌથી પહેલા મા સરસ્વતીની પૂજા કરવાની હોય છે. પૂજા કર્યા બાદ કામદેવ અને રતિને એક સાથે હોઈ એવો ફોટાને પૂજા સ્થળે સફેદ કપડા પર સ્થાપિત કરો.ત્યાર બાદ તાજા ફૂલ,પીળા અથવા લાલ ચંદન,ગુલાબી રંગના વસ્ત્ર,અત્તર,સૌન્દર્ય સામગ્રી, સુગંધિત ધૂપ અથવા દીવા,પાન,સુપારી વગેરે દેવી રતિ અને કામદેવને અર્પિત કરો.ત્યાર બાદ તમારા જીવનમાં ખુશહાલી અને પ્રેમની કામના કરો. સાથે જ વૈવાહિક જીવનમાં મધુરતા અથવા મનપસંદ વર મેળવવા માટે 108 વાર આ મંત્રનો જાપ કરવો.
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના ચરિત્રમાં સુધાર એમની સાથે એનું વૈવાહિક જીવનમાં મધુરતા બની રહે છે. જો પતિ-પત્ની કે એમના વૈવાહિક જીવનમાં કડવાશ બની રેહતી હોય તો માન્યતા છે કે સાથે પૂજા કરવાથી બધી જ સમસ્યા દુર થઇ જાય છે.