બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / If the minister put his finger, the road pole of Rs.34 crore was opened, the officials sweated.

ભ્રષ્ટાચાર / મંત્રીજીએ આંગળી લગાવી તો ખૂલી ગઈ રૂ.34 કરોડના રોડની પોલ, અધિકારીઓના છૂટી ગયા પરસેવા

Vishal Khamar

Last Updated: 03:05 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં રુપિયા 34 કરોડના ખર્ચે રોડ બનાવવામા આવ્યો હતો. જે રોડની કામગીરી ચકાસવા માટે મંત્રી પોતે કાનપુર પહોચ્યા હતા.

  • ખુદ મંત્રી નીકળ્યા રોડની ગુણવત્તા જાણવા
  • 34 કરોડનાં ખર્ચે બનેલ રોડની કામગીરી નબળી 
  • ધારાસભ્ય તેમજ અધિકારી સામ સામે આવી ગયા

 ઉત્તર પ્રદેશના જાહેર બાંધકામ વિભાગના મંત્રી જીતેન્દ્ર પ્રસાદ રસ્તાની ગુણવત્તાની વાસ્તવિકતા જાણવા જીલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. સોમવારે કાનપુર પહોચેલા જિતિન પ્રસાદે પોતે 34 કરોડના ખર્ચે બનેલા રોડના નબળા બાંધકામનો પર્દાફાશ કર્યો હતો. જિતિન પ્રસાદે જ્યારે રોડ પર હાથ ફેરવતાની સાથે જ રોડ ઉખડવા લાગ્યો હતો.

15 નવેમ્બર સુધીમાં રસ્તાઓને ખાડા મુક્ત કરવાનો આદેશ
ઉત્તર પ્રદેશની યોગી સરકારે 15 નવેમ્બર સુધીમાં તમામ રસ્તાઓને ખાડા મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે. રસ્તાઓ ખાડા મુક્ત થશે કે નહીં?  આ સવાલનો જવાબ જાણવા જાહેર બાંધકામ વિભાગનાં મંત્રી જિતિન પ્રસાદ પોતે ઉત્તર પ્રદેશના જીલ્લાઓની મુલાકાત લઈને રસ્તાઓનું જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. મંત્રી જીતેન પ્રસાદ સોમવારે કાનપુર પહોચ્યા હતા.

ધારાસભ્ય અને અધિકારી સામ સામે આવી ગયા
જ્યાં ભાપજના વિધાયક સુરેદ્ર મૈથાનીએ મંત્રી જીતેન્દ્ર પ્રસાદને ફરિયાદ કરી કે પનકીમાં બનેલ રોડ વ્યવસ્થિત રીતે બન્યો નથી. ત્યારે ઘટના સ્થળે રહેલા લોકોએ લોક નિર્માણ વિભાગના અધિકારી તેમની વાતને સાચી કહેતા રહ્યા. ભાજપ ધારાસભ્ય અને અધિકારીની વચ્ચે મામલો ઉગ્ર બને તે પહેલા મંત્રીએ પોતે રોડનું જાતનીરીક્ષણ કરવા 10 કિલોમીટર દૂર પનકી પહોચ્યા હતા. 

ધારાસભ્ય તેમજ અધિકારી સાથા રાખીને કામગીરીનું નિરિક્ષણ
ત્યાં જ મંત્રી જિતિન પ્રસાદે ભાટિયા ચાર રસ્તાથી પંકી મંદિર સુધી બનેલા રોડનું પગપાળા નીરીક્ષણ કરવાનું શરુ કર્યું હતું. જે દરમ્યાન ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાની અને પીડબલ્યુડીના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે હતા. રસ્તા પર ચાલતી વખતે એક જ જગ્યાએ  રોકાઈ ગયા અને આંગળી વડે રોડની કામગીરી હાથ ધરતા રોડ ઉખડવા લાગ્યો હતો.

રોડ ઉખડવા લાગતા મંત્રી ગુસ્સે થયા
મંત્રી જિતિન પ્રસાદે રસ્તાની તપાસ  હાથ ધરતા રોડ ઉખડવા લાગ્યો હતો. અને માટી બહાર આવવા લાગી હતી. ત્યારે રોડની આવી હાલત જોઈને મંત્રી જિતિન પ્રસાદ ગુસ્સે થયા હતા. અને તેમણે પૂછ્યું કે ક્યાં છે કોન્ટ્રાક્ટર?  કોન્ટ્રાક્ટર પર કાર્યવાહિ કરો તેમજ મને સંપૂર્ણ રિપોર્ટ જોઈએ. જાણવા મળી રહ્યું છે કે આ સિમેન્ટનો રોડ 34 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

દોષિત સામે તપાસ બાદ જ કાર્યવાહિ
સાર્વજનિક બાંધકામ વિભાગના મંત્રી જિતિન પ્રસાદનું કહેવું છે કે સીએમ યોગીજીનો રસ્તાઓને લઈને સીધો નિર્દેશ છે.  ગુણવત્તાની સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સ પર જ કામ કરવામાં આવશે.  આવી સ્થિતિમાં જે પણ દોષિત હશે તેની સામે તપાસ બાદ જ કાર્યવાહિ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ