બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / if-the-expansion-joint-is-not-correct-then-the-road-will-be-uprooted-nitin-gadkari-warned-to-contractors
Nirav
Last Updated: 11:42 PM, 3 April 2021
ADVERTISEMENT
કેન્દ્રીય માર્ગ, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઝારખંડમાં અનેક માર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસનું કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે અધિકારીઓ અને ઠેકેદારોને પણ કડક સૂચના આપી હતી. નિર્માણાધીન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણ કરવા અંગે તેમણે કડક સ્વરમાં કહ્યું કે, 'મારી સૂચના અને આ રાજ્ય અને NHAI ના લોકોને પણ યાદ રાખી લે. જે પણ કોન્ટ્રાકટર રોડના કિનારે વૃક્ષોનું વાવેતર કરતો નથી, તેને ઇટેક કરો, રેકોર્ડ જાળવો અને કોઈ પણ કોન્ટ્રાકટરને પૈસા ન આપો તેના બિલ રોકી નાખો. '
विडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शिलान्यास और लोकार्पण किया।
— Nitin Gadkari (@nitin_gadkari) April 3, 2021
3,550 करोड़ कुल लागत और 539 कि.मी. कुल लंबाई की यह राजमार्ग परियोजनाएं राज्य में सड़क नेटवर्क को मजबूत करने के साथ आवागमन और वस्तुओं की ढुलाई सुगम करेगी। pic.twitter.com/pI5Jev1e0I
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરોને ચેતવણી
ગડકરીએ કહ્યું, 'આ કોન્ટ્રાક્ટરો તમને વ્યક્તિગત સ્તરે મેનેજ કરે છે અને અધૂરા કામ કરીને ભાગી જાય છે, હું તેમને નહીં છોડું. મેં ઉત્તર પ્રદેશમાં જોયું કે એક્સપેન્શન જોઇન્ટ સારી રીતે બનાવવામાં આવ્યાં નથી, હું તમને ચેતવણી આપી રહ્યો છું કે એક્સપેન્શન સારી ક્વોલિટીનું બનવું જોઈએ અને જો પુલના સાંધા યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલા નહીં હોય તો તમને કોન્ટ્રાક્ટરને હું રોડ ઉખાડવાના કામે લગાવી દઇશ. ક્વોલિટી અંગે કોઈ સમાધાન કરવામાં નહીં આવે, અમે કોઈ દયા રાખતા નથી. કોઈની પાસેથી માલ પાણી નથી લેતા.'
Inaugurating National Highway Projects in Jharkhand https://t.co/gn7NIPh3cX
— Nitin Gadkari (@nitin_gadkari) April 3, 2021
ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ
બાંધકામની ગુણવત્તા અંગે વાત કરતાં ગડકરીએ કહ્યું હતું કે, જો મને ગુણવત્તા અંગે કોઈ ફરિયાદ હોય તો અધિકારીઓને પણ સજા ભોગવવી પડશે અને કોન્ટ્રાક્ટરને પણ ભોગવવું પડશે. વૃક્ષો રસ્તાની કિનારે વાવેતર કરવા આવશ્યક છે, કારણ કે તે બજેટમાં શામેલ છે. કોન્ટ્રાક્ટરો કે જે આમ કરવામાં નિષ્ફળ જાય છે તેઓને ચિહ્નિત કરવામાં આવશે અને જ્યારે તેઓ લોએસ્ટ આવશે ત્યારે તેમને કામ મળશે નહીં. કામ સારું થવું જોઈએ. '
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.