બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / 'If India doesn't play the Asia Cup in Pakistan...', PCB Chairman's big statement about the next World Cup

પ્રતિક્રિયા / 'જો ઇન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો....', આગામી વર્લ્ડકપને લઇ PCB અધ્યક્ષનું મોટું નિવેદન

Megha

Last Updated: 12:28 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટુર પર નહીં આવે તો બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પણ વર્ષ 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. - રમીઝ રાજા

  • ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય 
  • PCB અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો
  • પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય 

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો (IND vs PAK) કોઈનાથી છુપાયેલા નથી. આપણએ બધા જાણીએ છીએ કે બંને દેશોની ક્રિકેટ ટીમે પણ છેલ્લા કેટલાક સમયથી એકબીજાની મુલાકાત લેતા નથી. એવામાં તાજેતરમાં જ BCCI સેક્રેટરી જય શાહે નિવેદન આપ્યું હતું કે, “ભારતીય ટીમ વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય અને એશિયા કપનું સ્થળ બદલીને UAE રાખવામાં આવી શકે છે. કારણ કે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો નિર્ણય BCCIના હાથમાં નથી પણ ભારત સરકારના હાથમાં છે. જો કે આ વાત અહિયાં પૂરી થઈ નથી. આ વાત પર હાલ જ પીસીબી અધ્યક્ષ રમીઝ રાજાનું નિવેદન સામે આવ્યું હતું કે જય શાહના આ નિવેદનને હળવાશથી લેવામાં નહીં આવે અને આઈસીસીની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે. 

PCB અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો
જો કે આ કિસ્સા પછી લગભગ બધા વર્લ્ડ કપમાં વ્યસ્ત થઈ ગયા હતા અને હાલ જ્યારે વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે ત્યારે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને PCB અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ આ મુદ્દો ઉઠાવતા એમને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતાં સમયે રમીઝ રાજાએ BCCI અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને લઈને કડક નિવેદન આપતા કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટુર પર નહીં આવે તો બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પણ વર્ષ 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. 

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય 
રમીઝ રાજાએ આગળ કહ્યું હતું કે "જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો ભારતમાં વર્લ્ડ કપ કોણ જોશે? અમારો ઈરાદો સાફ છે કે જો ટીમ ઈન્ડિયા અહીં આવશે તો જ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત જશે. જો ટીમ ઈન્ડિયા અંહિયા નહીં આવે તો એ લોકોએ અમારા વિના વર્લ્ડ કપ રમવું પડશે. હવે અમે પણ હવે કડક વલણ અપનાવીશું. અમારી ટીમ હાલ સારું પ્રદર્શન આપી રહી છે અને મેં હંમેશા કહ્યું છે કે અમારે અમારી આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર છે અને તે ત્યારે જ થશે જ્યારે પાકિસ્તાનની ટીમ સારું પ્રદર્શન કરશે. અમે 2021 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું, અમે એશિયા કપ 2022માં ભારતને હરાવ્યું હતું. એક વર્ષના ગાળામાં અમે એક બિલિયન ડોલરની ટીમને બે વાર હરાવી છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ