ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે શરદ નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીનાં પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા - અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસોમાં લોકો વિધિ-વિધાન સાથે માતાજીની પૂજા કરે છે. કેટલાક લોકો આ નવરાત્રી આ દિવસોમાં માં દુર્ગાંને પ્રસન્ન કરવા વ્રત- ઉપવાસ કરે છે. જોકે ક્યારેક કોઇ કારણોસર આ વ્રત ભૂલથી તૂટી પણ જાય છે. જો એવું થાય તો તમને ચિંતા કરવાની જરૂર નથી. તેનો ઉપાય પણ ઉપલબ્ધ છે.
ઉપાયો:
1. માફી માંગવી
જો કોઇ કારણોસર તમારાથી વ્રત ટૂટ્યો છે તો ચિંતા કર્યા વગર સૌપ્રથમ માતાજીની માફી માંગી લેવી.
ADVERTISEMENT
2. હવન કરાવવું
નવરાત્રીનો વ્રત ટૂટે છે તો તમે તમારાં ઘરમાં દેવી-દેવતાઓના હવન પણ કરાવી શકો છો અને તે દરમિયાન માં પાસે ક્ષમા-યાચના કરવી. એવું માનવામાં આવે છે કે હવન કરાવવાથી તમારા વ્રતને પૂર્ણ માનવામાં આવે છે.
3. મૂર્તિનું સ્થાપન
વ્રત ટૂટ્યા બાદ તમે દેવી માંની મૂર્તિને મંદિરમાં સ્થાપી શકાય છે. માંની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ તમે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરાવી શકો છો.
ADVERTISEMENT

4. આરતી અને વિશેષ મંત્રોચ્ચાર
નવરાત્રીના જે દિવસે વ્રત ટૂટ્યો હોય તે દિવસે માંની સમક્ષ જઇ અને તેમના વિશેષ મંત્રોનું પઠન કરવું જોઇએ અને આરતી કરી પૂજન-અર્ચન કરવું જોઇએ. તેનાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. અને વ્રત ભંગનો દોષ પણ લાગતો નથી.
ADVERTISEMENT
5. દાન-પુણ્ય
કોઇ પૂજારીને દાન-પુણ્ય વિશે પૂછી માહિતી લેવી અને તેમના માર્ગદર્શન હેઠળ દાન- પુણ્ય કરવું જેથી દુર્ગા માંને પ્રસન્ન કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો