બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / if a women do such mistakes gets misfortune in life

પરિણામ / ઘરની લક્ષ્મીથી થઇ જાય આ ભૂલો તો ઘરમાં આવે છે ગરીબી

Published By: Krupa

Last Updated: 09:31 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં રહેલી સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે કેટલાક જીવનના સાદા નિયમો જો અનુસરવામાં ન આવે તો ઘરમાં પડતીનાં યોગ આવે છે. ચાલો ત્યારે નજર કરીએ કઇ વાતોનું ધ્યાન રાખવું જેથી ઘરમાં લક્ષ્મીનો વાસ હમેશાં રહે અને દરિદ્રતા ન આવે.

  • સંધ્યા સમયે જ્યારે ઘરમાં દીવો કરો તે સમયે જમવું કે નહાવું નહીં
  • સાંજના સમયે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધૂપ અથવા કપૂર પ્રજ્વલિત કરવું
  • રાત્રે એઠાં વાસણો ક્યારેય રાખી ન મુકવા

જે ઘરમાં નિયમિત ઘરમાં પૂજા થતી હોય તેનાં પર લક્ષ્મી માતાની કૃપા હમેશાં રહે છે. આ ઉપરાંત આ ઘરમાં પોઝિટિવ વાતાવરણ અને માનસિક શાંતિની અનુભૂતિ થવા લાગે છે. પોતાનાં ઘરમાં સુખ શાંતિ અને ધનનો હમેશાં વાસ રહે તેવું દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે. તેથી જ તે ઘરમાં નિયમિત પૂજા પાઠ, પ્રભુ સ્મરણ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે તેવાં તમામ પ્રયત્નો કરતો રહેતો હોય છે.

સાવરણીને પગ ના મારવો
કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીઓ દ્વારા ક્યારેય પણ સાવરણી ને લાત ન મારવી જોઈએ. જે ઘરમાં મહિલાઓ સાવરણીને પગ લગાવે છે કે પગ થી ઠોકર મારે છે ત્યાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી હોતો. જો કોઇ સ્ત્રી ઘરમાં એવું કરે છે તો તે ઘરમાં દરિદ્રતા આવી જાય છે. તે ઘરમાં ક્યારેય પણ આર્થિક રૂપથી સંપન્ન નથી થઈ શકતું. તેથી ધ્યાન રાખો કે ઘરની મહિલાઓએ આ કામ ક્યારેય પણ ન કરવા જોઈએ.

એઠાં વાસણ ના રાખવા
ઘરની મહિલાએ ગમે ત્યારે ઘરની અંદર એઠા વાસણ ન રાખવા જોઈએ. ઘરની મહિલાઓને આદતો હોય છે કે તે તવી અને કડાઈને રસોડામાં એઠી રાખીને સુવા માટે ચાલી જાય છે. તો તમે પણ ઘરમાં આવું કરો છો તો તે ઘરમાં પણ લક્ષ્મી ક્યારેય પણ નથી આવતી અને તે ગરીબી અને દુઃખનું કારણ બને છે.

કોઈપણ ને ના આપો સિંદૂરદાની
સુહાગન મહિલાઓએ ક્યારેય પણ પોતાની સિંદુર ને જે પણ ડબ્બી કે સિંદૂરદાની માંથી સિંદૂર લગાવો છો તે તમારે કોઈને પણ ન દેવી જોઈએ અને સિંદૂર જ્યારે પણ લગાવો તો એકલામાં અને માથા ઉપર પાલવ રાખીને જ લગાવો.

ન આપો સાંકળા અને બંગડી
સુહાગન મહિલાઓ પોતાના હાથની બંગડીઓ અને પગમાં પહેરેલા સાંકડા પણ ક્યારેય કોઇની સાથે શેર ન કરવા જોઈએ. એવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

માથાની બિંદી
પોતાના માથાની બિંદી પણ ક્યારેય કોઈને ન દેવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Women misfortune ગૃહલક્ષ્મી ઘરની લક્ષ્મી result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ