બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / If a company calls or texts after leaving office hours in Portugal, it will be considered illegal

નવો કાયદો / ગજબ બાકી: ઓફિસના કલાકો પત્યા બાદ કંપની ફોન કે મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે, આ દેશે બનાવ્યો નવો કાયદો

Ronak

Last Updated: 08:42 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોર્ટુગલ સંસદ દ્વારા દેશમાં નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેમા ઓફિસના કલાકો બાદ કંપની કર્મચારીને જો ફોન કે મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે.

  • પોર્ટુગલમાં ઓફિસના કલાકો બાદ કર્મચારીને ફોન નહી કરી શકાય 
  • જો ફોન કે મેસેજ કર્યો તો કંપનીને દંડ ફટકારવામાં આવશે
  • વર્ક ફ્રોમ હોમમાં કર્મચારીને ઈન્ટરનેટ અને વીજળીનું બીલ આપવું પડશે 

પોર્ટુગલમાં હવે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમા ઓફિસનો સમય પુરો થયા બાદ જો કોઈ પણ કર્મચારીને ઓફિસના બોસ દ્વારા કોલ કે મેસેજ કરવામાં આવશે તો તેને હવે ગેરકાયદેસર માનવામાં આવશે. જેથી હવે અહિયા કંપની દ્વારા ઓફિસનો સમય શરૂ થાય તે પહેલા અને ઓફિસના સમયગાળામાંજ કર્મચારીને ફોન કરી શકાશે. 

પોર્ટુંગલ સંસદમાં નવો કાયદો લાગૂ થયો 

જો કોઈ પણ બોસે કર્મચારીને ઓફિસના કલાકો બાદ ફોન કે મેસેજ કર્યો તો તેને સજા આપવામાં આવશે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે પોર્ટુગલ સંસદમાં આ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. જેમા ઓફિસના કલાકો પછી તેમજ રજાઓના દિવસોમાં કંપની તેમના કર્મચારીને ફોન કે મેઈલ નહી કરી શકે જો આવું થયું તો કંપનીને દંડ પણ ભરવો પડશે. 

વીજળીનું અને ઈન્ટરનેટનું બીલ આપવું પડશે 

કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ બધા કરવા લાગ્યા છે. જેથી દેશની સત્તારૂઢી પાર્ટી દ્વારા આ નવો શ્રમ કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત કંપનીએ તેમના કર્મચારીઓને વીજળીનું બીલ તેમજ ઈન્ટરનેટનું બીલ પણ આપવું પડશે. જો કોઈ કર્મચારીનું બાળક નાનું હશે તો તે બાળક 8 વર્ષનું થાય ત્યા સુધી તે કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરી શકશે. 

પહેલા પણ અમુક દેશો આ કાયદો અમલમાં મુકી ચુક્યા છે

સમગ્ર મામલે પોર્ટુગલના  સુરક્ષા મંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ નવી વાસ્તવિકતા બની ગઈ છે. જેથી આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ રીતના કાયદાઓ ફ્રાંસ, જર્મની અને ઈટલી જેવા દેશોએ પહેલાથી લાગૂ કર્યા છે. જેથી પોર્ટુગલના લોકો ફીટ રહે અને તેમને માનસીક શાંતી રહે તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ