બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ICC T20 World Cup 2022, Super 12 | Zimbabwe (130/8) beat Pakistan (129/8) by 1 run

ક્રિકેટ / ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને ફક્ત 1 રનથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, છેલ્લી ઓવર રોમાંચક બની

Hiralal

Last Updated: 08:39 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ એક મોટો ઉલટફેર કરતાં પાકિસ્તાનને 1 રનથી હરાવી દીધું હતું.

  • T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર
  • ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું 
  • ઝિમ્બાબ્વેએ કર્યાં 131 રન
  • પાકિસ્તાને બનાવ્યાં 129 રન 

ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. ગુરુવારે પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પાકિસ્તાની ટીમ આઠ વિકેટ ગુમાવીને 129 રન બનાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ બીજો પરાજય છે. આ પહેલા પાકિસ્તાન ભારત સામે પણ હારી ગયું હતું. 

છેલ્લી ઓવર રોમાંચક રહી 
પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. નવાઝે પ્રથમ બોલ પર ત્રણ રન લીધા હતા. ત્યારબાદ વસીમે આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હવે પાકિસ્તાનને ચાર બોલમાં ચાર રન બનાવવાના હતા. ત્યાર બાદ વસીમે ત્રીજા બોલ પર એક રન લીધો એટલે કે હવે ત્રણ બોલમાં ત્રણ રન કરવાના હતા. ચોથા બોલ પર નવાઝ કોઈ રન બનાવી શક્યો નહોતો જેને કારણે પાકિસ્તાનને બે બોલમાં ત્રણ રન બનાવવાના હતા. આને કારણે નવાઝ પર પ્રેશર વધી ગયું હતું અને તે પાંચમા બોલમાં આઉટ થઈ ગયો હતો. છેલ્લા બોલમાં ત્રણ રન કરવાના હતા પરંતુ પાકિસ્તાની ટીમ ફક્ત એક રન જ બનાવી શકી હતી આ રીતે તેનો 1 રને પરાજય થયો હતો. 

મોહમ્મદ વસીમે ચાર વિકેટ ઝડપી
પાકિસ્તાન માટે ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમે 24 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્પિનર શાદાબ ખાને 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હરીસ રઉફે ટી-20 બોલિંગમાં પણ પોતાનું શ્રેષ્ઠ આર્થિક પ્રદર્શન કર્યું હતું. હારિસ રઉફે ચાર ઓવરમાં મેઇડન સાથે 12 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બીજો પરાજય

ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ બીજો પરાજય છે. આ પહેલા પાકિસ્તાન ભારતે સામેની મેચ હારી ચૂક્યું છે. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો દેખાવ કંગાળ બની રહ્યો છે તો બીજી તરફ ભારત બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ