બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / IB officer arrested in Vejalpur woman murder case

અમદાવાદ / IB ઓફિસર પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો, સોપારી આપવા પાછળનું કારણ જાણી ચોંકી ઉઠશો

Malay

Last Updated: 12:09 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વેજલપુરમાં 6 મહિના અગાઉ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

 

  • વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ
  • IB ઓફિસર રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ
  • પત્નીની હત્યા કરવા માટે પતિએ જ આપી હતી સોપારી
  • પતિ-પત્ની વચ્ચે મતભેદ હોવાના કારણે બંન્ને રહેતા હતા અલગ 

વેજલપુરમાં શ્રીનંદનગરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં પતિ IB ઓફિસર રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ કરી છે.પતિએ સોપારી આપીને પત્નીની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. જાણો કોણ છે હત્યાનો આરોપી અને કેવી રીતે ખેલાયો ખૂની ખેલ..

શ્રીનંદનગરના એક મકાનમાંથી મળી આવ્યો હતો મહિલાનો મૃતદેહ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર સોસાયટીના વિભાગ-2ના એફ બ્લોકના એક મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી હતી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 

શ્રીનંદનગર સોસાયટી

CCTV ફૂટેજમાં થયો હતો ઘટસ્પોટ
પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને લઈને તપાસ કરતા આ વાહન રોયલ બ્રધર્સથી ભાડે લીધું હોવાનું અને ભાડે લેનાર તેલંગણાનો હોવાનું ખુલ્યું હતું. જેથી આ માહિતીના આધારે આરોપીને પકડવા પોલીસની એક ટીમ તેલંગાણા રવાના થઈ હતી. જ્યાં વાહન ભાડે લેનાર આરોપી ખલીલુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મનીષા દુધેલાના પતિ રાધાકૃષ્ણ દુધેલાએ સોપારી આપીને તેમની હત્યા કરાવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

CCTVમાં બે શકમંદો નજરે પડ્યા

પૂછપરછમાં પોપટની જેમ બોલવા લાગ્યો 
LCBની ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પૂછપરછમાં જણવા મળ્યું હતું કે મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિ એ જ આ કામ તેને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. 

મહિલાના પતિએ આપી હતી સોપારી
DCP ઝોન 7 બી.યુ જાડેજાએ જણાવ્યું કે, મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. આ હત્યા કરાવવા પાછળ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે IB ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખીલીલુદીનને પોતાને બે સાગરીતો સતીષ અને જાવેદને સાથે રાખીને હત્યાના 10 દિવસ પહેલા તેલંગણાથી અમદાવાદ આવીને વેજલપુર વિસ્તારમાં મનીષાબેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

હત્યારો અને મૃતક મહિલા

ચાર આરોપીઓની સંડોવણી સામે આવી
તેઓએ જણાવ્યું હતું કે, હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક આરોપી તેલંગાણાથી પકડાયો છે. જ્યારે આઈબી ઓફિસર પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ