બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / I even lost weight, don't eat Chinese...: Star player's pain spilled over not being selected in Team India

ક્રિકેટ / મેં તો વજન પણ ઘટાડ્યું, ચાઇનીઝ નથી ખાતો...: ટીમ ઈન્ડિયામાં સિલેક્શન ન થતાં સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું

Megha

Last Updated: 11:31 AM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યા પછી પણ ટીમ ઇન્ડિયામાં ન મળી જગ્યા, છેલ્લે વર્ષ 2021માં ભારત માટે વનડે રમતા જોવા મળ્યો હતો આ ખેલાડી..

  • આ સ્ટાર ખેલાડીને લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં તક મળી નથી
  • છેલ્લે વર્ષ 2021માં ભારત માટે વનડે રમતા જોવા મળ્યો હતો
  • પૃથ્વી શૉએ સિલેકટ ન થવા પર નારાજગી વ્યક્ત કરી

હાલ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે વનડે સીરિઝ રમી રહી છે અને તેની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમ ઇન્ડિયાના સિલેક્ટેડ ખેલાડીઓને લઈને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. હાલ એક એવા જ ખેલાડીએ આ વિશે વાત કરી હતી કે એમને લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. યુવા બેટ્સમેન પૃથ્વી શૉ હાલ સ્થાનિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને એમને દિલીપ ટ્રોફીમાં પણ બે સદી ફટકારી હતી એ છતાં પણ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે પૃથ્વી શૉનું નામ નહોતું. 

પૃથ્વી શૉએ નારાજગી વ્યક્ત કરી
જો કે એ પછી પૃથ્વી શૉએ હવે ટીમમાં પસંદ ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. એમને આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ' હું ખૂબ જ નિરાશ થયો છું. હું સખત મહેનત કરીને રન બનાવી રહ્યો છું પણ મને તક નથી મળી રહી. જો કે આમાં કોઈ સમસ્યા નથી. જ્યારે નેશનલ સિલેક્ટર્સને લાગશે કે હું તૈયાર છું એ સમયે તેઓ મને જરૂર બોલાવશે. મને જ્યારે પણ મોકો મળે છે ત્યારે હું કઇંક કરવાની પૂરી કોશિશ કરું છું.' 

મેં ઘણું વજન પણ ઘટાડી લીધું - પૃથ્વી શૉ
એક મીડિયા સાથે વાતચીત કરતાં પૃથ્વી શૉ એ કહ્યું હતું કે, ' મેં મારી બોલિંગમા વધુ કોઈ બદલાવ નથી કર્યો પણ મારી ફિટનેસને લઈને મેં ઘણી મહેનત કરી છે અને મેં ઘણું વજન પણ ઘટાડ્યું છે. આઈપીએલ પછી મેં  8 કિલો વજન ઘટાડ્યું છે. હવે હું જીમમાં ઘણો સમય વિતાવી રહ્યો છું. આ સાથે જ કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઈઓ બંધ કરી દીધી છે અને ચાઈનીઝ ફૂડ પણ નથી ખાતો. આ બધા સિવાય હવે મોટાભાગનો સમય હું પોતાની સાથે વિતાવું છું. હું મારા રૂમમાં રહું છું અને લોકોને મળવાનું ઓછું કરી દીધું છે. હું અરીસા સામે મારી જાત સાથે વાત કરું છું. મને કોઈએ આવું કરવા માટે નથી કહ્યું પણ હું આ બધુ મારી જાતને વધુ સારી બનાવવા માટે કરી રહ્યો છું.' 

જણાવી દઈએ કે પૃથ્વી શૉએ 2020માં ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને છેલ્લે વર્ષ 2021માં ભારત માટે વનડે રમતા જોવા મળ્યો હતો. આ વર્ષે પૃથ્વી શૉએ રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી અને ઇન્ડિયા-એ માટે સારું પ્રદર્શન કર્યું છે હતું એ છતાં પણ તેને ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ