બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Politics / I am telling the truth so agencies are behind me: Rahul

હલ્લાબોલ / હું સત્ય બોલું છું એટલે એજન્સીઓ મારી પાછળ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્ર પર કર્યા પ્રહાર

Priyakant

Last Updated: 11:08 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં અને ભૂતકાળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાર્ટી સાથે સંકળાયેલી મિલકતો સામે ED દ્વારા કાર્યવાહી બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરીષદને સંબોધી

  • દિલ્હીમાં રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સરકાર પર આકાર પ્રહારો કર્યા 
  • હું જેટલું બોલીશ એટલી જ મારી સામે કાર્યવાહી થશે: રાહુલ ગાંધી 
  • રાહુલ ગાંધીને મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્ર પર કર્યા પ્રહાર 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તાજેતરમાં અને ભૂતકાળમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાર્ટી સાથે સંકળાયેલી મિલકતો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ તેમને આજે પત્રકાર પરીષદને સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, હું સત્ય બોલું છું એટલે એજન્સીઓ મારી પાછળ પડી છે. 

કાર્યવાહીથી મને મજા આવે છે: રાહુલ 

પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. EDની કાર્યવાહી પર તેણે કહ્યું, 'જ્યારે પણ મારા પર કાર્યવાહી (આક્રમણ) થાય છે, ત્યારે મને મજા આવે છે. હું આમાંથી શીખું છું. મને આ ક્રિયાઓથી અપાર આનંદ મળે છે.

હું જેટલું બોલીશ એટલી જ કાર્યવાહી થશે: રાહુલ 

EDની પૂછપરછના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું જેટલી સરકાર વિરુદ્ધ બોલીશ, મારી વિરુદ્ધ એટલી જ કાર્યવાહી કરવામાં આવશે. જે ધમકી આપે છે તે ડરે છે. હું મોંઘવારી અને બેરોજગારી સામે બોલતો રહીશ.

આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું, 'તે ગાંધી પરિવાર પર હુમલો કરે છે કારણ કે અમે વિચારધારા માટે લડીએ છીએ. આપણી વિચારધારાના દેશમાં કરોડો લોકો છે. તેમણે કહ્યું કે જ્યારે દેશનું વિભાજન થાય છે ત્યારે આપણને પીડા થાય છે. દેશમાં જ્યારે દલિત સાથે મારપીટ થાય છે ત્યારે મને દુઃખ થાય છે.  

ન્યાયિક વ્યવસ્થા પર RSSનું નિયંત્રણ: રાહુલ 

રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકશાહીમાં વિપક્ષ સંસ્થાઓના બળ પર લડે છે. વિરોધ પક્ષ ન્યાયતંત્ર અને મીડિયાના બળ પર ઊભો છે. આજે દેશની દરેક સંસ્થામાં આરએસએસનો એક વ્યક્તિ બેઠો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી સરકારે આવી સંસ્થાઓ પર અંકુશ રાખ્યો નથી. આજે પરિસ્થિતિ જુદી છે. જે કોઈ અન્ય પક્ષને મદદ કરવા માંગે છે, તેની સામે ઈડી અને આઈટી લાદવામાં આવે છે.

અશોક ગેહલોતે કહ્યું, દેશમાં ઈડીનો આતંક

આ તરફ પત્રકાર પરિષદમાં હાજર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે દેશમાં EDનો આતંક છે. મોંઘવારી વિશે વાત કરવાની છૂટ નથી. આજે લોકો માટે આગળ આવવાનો સમય છે. તેમણે NGOને પણ કોંગ્રેસના આ વિરોધમાં સામેલ થવાની અપીલ કરી હતી.

દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે: રાહુલ ગાંધી 

કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં સરમુખત્યારશાહી વધી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'અમને સંસદમાં બોલવા દેવાતા નથી. લોકશાહીનો અંત આવી રહ્યો છે. દેશમાં સરમુખત્યારશાહી વધી રહી છે. બંધારણને ઉડાડી દેવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે અમે સંસદમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ અમને બોલવા દેવામાં નથી આવી રહ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ