સુખી લગ્ન જીવન હોવુ આ ખૂબ મોટી વાત છે. કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે. તો આ યોગ્ય છે. પરંતુ લગ્ન જેવા સૌથી મોટા સંબંધને આપણે કેવીરીતે વધુ સારું બનાવીએ તે તો આપણી પર નિર્ભર કરે છે. ઘણાં લોકોને સારા પાર્ટનર મળ્યાં હોવા છતાં તેઓ તેની સારસંભાળ રાખી શકતા નથી. નાની ભૂલો થવાના કારણે સંબંધોમાં તિરાડ પડી જાય છે અને જીવન નરક બની જાય છે.
દામ્પત્ય જીવનને સુખી રાખવુ પતિ-પત્ની માટે કપરું કામ
સુખી દામ્પત્ય જીવનમાં પત્ની આ ભૂલો કરશે તો સંબંધોમાં પડશે તિરાડ
પત્નીઓ અવાર-નવાર પતિની પર કરે છે શંકા
અવાર-નવાર જોવા મળે છે કે દંપત્તિ વચ્ચે થતાં ઝઘડામાં પતિની ભૂલ કાઢવામાં આવે છે. જ્યારે દરેક વખતે પતિની ભૂલ હોય તે જરૂરી હોતુ નથી. ઘણી વખત પત્નીની ટેવો પણ સુખી દામ્પત્ય જીવનમાં ભંગાણ સર્જી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ પત્નીની એવી ટેવો જે સુખી દામ્પત્ય જીવનમાં ભંગાણ સર્જી શકે છે.
અવાર-નવાર શંકા કરવી
આપણે આ વાતથી સારી રીતે પરિચીત છીએ કે દામ્પત્ય જીવનને સુખી રાખવા માટે પતિ અને પત્ની બંને માટે સૌથી મુશ્કેલીભર્યુ કામ છે. જીવનમાં ઘણાં એવા પડાવ આવે છે, જ્યારે તમને તમારા પતિની હરકત પર કારણ વગર શંકા ઉભી થાય. પરંતુ તમે દરેક વખતે તેમના ફોનની તપાસ કરો અથવા તેના મહિલા મિત્રોમાં હદ કરતા વધારે રસ ધરાવો તો આ તમારા સંબંધ માટે બિલકુલ યોગ્ય નથી.
પોતાના પતિની બહારના પતિ સાથે કરે છે સરખામણી
ઘણી વખત એવુ જોવા મળે છે કે કેટલીક પત્નીઓ પોતાના પતિની બહારવાળા સાથે તુલના કરે છે. પતિઓને કોઈ બીજા વ્યક્તિ સાથે તેની સરખામણી કરે તેવી પત્નીઓ પસંદ આવતી નથી. જેના કારણે પ્રેમમાં ખટરાગ પેદા થાય છે. આ વાતથી દરેક લોકો પરિચિત છે કે કોઈ પણ પુરૂષ બિલ્કુલ ચલાવતો નથી કે તેની પત્ની બીજા વ્યક્તિના વખાણ તેના પતિની સામે કરે.
પત્નીની વધુ પડતી ડિમાન્ડથી પતિ ચિંતિત
ભાઈ હવે પત્નીઓ પોતાના પતિ સાથે ડિમાન્ડ નહીં કરે તો કોની સાથે કરશે. પરંતુ કેટલીક પત્નીઓની ડિમાન્ડ વધુ પડતી હોય છે. ક્યારેક ખરીદી કરવાની તો ક્યારેક પૈસાની. જેને પગલે દંપત્તિઓમાં અંતર વધી જાય છે.