Hurry up! Banks will be closed for these 14 days in December, so check the holiday list quickly
Bank Holidays /
જલ્દી કરો! ડિસેમ્બરમાં આ 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે, આ રીતે ફટાફટ ચેક કરો રજાની યાદી
Team VTV01:35 PM, 29 Nov 22
| Updated: 06:18 PM, 29 Nov 22
જો તમારી પાસે આવનારા દિવસોમાં બેંક સંબંધિત કામ છે તો તાત્કાલીક બેંકનું કામ પૂર્ણ કરી લેજો કારણ કે ડિસેમ્બર મહિનામાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે.
બેંક સબંધિત કામ હોય તો તાત્કાલીક કરી દેજો પૂરૂ
ડિસેમ્બર મહિનામાં ખાનગી તેમજ સરકારી બેંકો રહેશે બંધ
RBI પોતાની વેબસાઈટ પર રજાઓ વિશે જાણકારી આપે છે
જો તમારી પાસે આવનારા દિવસોમાં તમારી બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, જેના માટે તમારે ત્યાં જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, તમારે જાણવું જોઈએ કે આવતા ડિસેમ્બર મહિનામાં, તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો કુલ 14 દિવસ માટે બંધ રહેશે. ત્યારે તમારૂ બેંકનું કામ મહત્વનું છે તો તમારે તે મુજબનું આયોજન કરવું પડશે જેથી તમે બેંકનું કામ બને તેટલું ઝડપથી પૂર્ણ કરી શકો. ત્યારે આ રજાઓમાં વિવિધ તહેવારો ઉપરાંત રવિવાર અને બીજો, ચોથો શનિવાર પણ આ રજાઓમાં સામેલ છે.
આ રહી બેંકની રજાઓની યાદી
ડિસેમ્બર 3: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજી) નો તહેવાર
ડિસેમ્બર 4: રવિવાર (તમામ સ્થળો)
5 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (અમદાવાદ)માં મતદાનનો દિવસ
RBI બેંકની રજાઓ વિશે માહિતી આપે છે
જો કે ડિસેમ્બર મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. જેમાં બીજા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે. જોકે, ઓનલાઈન અને નેટ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર બેંકોની રજાઓ વિશે માહિતી આપે છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંક આખા વર્ષ માટે એક જ વારમાં યાદી જાહેર કરે છે, જે જોઈને રજાઓ વિશે કઈ માહિતી મેળવી શકાય છે. રિઝર્વ બેંક ત્રણ કેટેગરીમાં રજાઓ જાહેર કરે છે જેમાં હોલિડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, હોલીડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અને રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક્સ ક્લોઝિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ શ્રેણીઓ હેઠળ, સરકારી, ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક બેંકો સહિત દેશની તમામ બેંક શાખાઓ બંધ રહેશે.