બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Huge blast during gas refilling near Dahej Chowk in Bharuch
Dinesh
Last Updated: 06:53 PM, 16 October 2022
ADVERTISEMENT
રાજ્યમાં બ્લાસ્ટ અને બ્લાસ્ટના કારણે ઘડકા ભર આગ લાગવાની ઘટના આવાર નવાર સામે આવતી હોત છે તે બાબતે ફરી એક વાર ભરૂની એક ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચમાં દહેજ ચોકડી પાસે ગેસ રિફિલિંગ દરમિયાન બલાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રિફિલિગ દરમિયાન બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી. આગની ઝપટમાં ચારથી પાંચ દુકાનો પણ આવી છે. સમગ્ર ઘટના સર્જાતા તે વિસ્તારમાં અફરા તફરી મચી હતી.
ADVERTISEMENT
આગની ઝપેટમાં ચારથી પાંચ દુકાનો આવી
ભરૂચમાં દેહજ ચોકડી પાસે લાગેલી આગની ઘટના બની હતી. રિફિલિંમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તે આગની લપેટમાં ચારથી પાંચ દુકાનો આવી ગઈ હતી. જે આગ અને ધુમાડાના ગોટે ગોટા ફરી વળી રહ્યા હતા અને જે ઘટનાનની જાણ ફાયર ફાયટરને કરતા. આગની ઘટનાના પગલે ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગની ઘટના રિફીલિંનું કામ ચલાતા સમયે લાગી હોવાનું માનવામાં આવે છે. આગની ઘટના સર્જાતા વેપારીઓ અને સ્થાનિક લોકામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાના પગલે ચારથી પાંચ દુકાનમાં મોટું નુકસાન થયોનું પણ જાણવા મળે છે
ગેરકાયદે રિફીલિંગનું કામ ચાલતાની ચર્ચા
આગની ઘટના બાબતે બ્લાસ્ટ થયું ત્યા ગેરકાયદે રીતે રિફીલિંગનું કામ ચાલતું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આગની ઘટનાના પગલે ચારથી પાંચ દુકાનોમાં મોટુ નુકસાન થયાનું પણ માનવામાં આવે છે. આગની ઘટના પગલે વેપારી વર્ગમાં ચિંતાનો વિષય સર્જાયો હતો. સમગ્ર ઘટના ગેસ રિફિલિંગ દરમિયાન સર્જાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.