બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / how to transfer pf money online the process samp epfo

તમારા કામનું / ઘરે બેઠા બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે PFના પૈસા, અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 01:17 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે બેઠા EPFOના પૈસા મિનિટોમાં આ રીતે કરો ટ્રાન્સફર

  • ઘરે બેઠા મિનિટોમાં કરો પૈસા ટ્રાન્સફર 
  • EPFOએ ટ્વીટ કરી આપી જાણકારી 
  • પીએફના પૈસા ટ્રાન્સફર કરવા કરો આટલું 

જો તમે પણ નોકરી બદલી છે અથવા તમારા પીએફના પૈસાને ક્યાંક બીજે ટ્રાન્સફર કરવા માંગો છો તો આ ખૂબ જ સરળ કામ છે. તમે હવે ઘરે બેઠા મિનિટોમાં પોતાના પૈસા એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરી શકો છો. જણાવી દઈએ કે EPF એકાઉન્ટને મેનેજ કરવાનું કામ  EPFO દ્વારા કરવામાં આવે છે. 

જો તમે પીએફના પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો સૌથી પહેલા ખાતાધારકની પાસે UNA એક્ટિવેટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત ખાતાધારકના બેન્ક ખાતાનો નંબર, આધર નંબર અને બાકીની બધી ડિટેલ સાચી અને ઉચિત હોવી જોઈએ. 

EPFOની તરફથી દરેક કર્મચારીઓને 12 ડિજિટનો એક નંબર આપવામાં આવે છે જેને UAN કહેવામાં આવે છે. જેને એક્ટિવેટ કરી તમારા એકાઉન્ટ પર ઓનલાઈન નજર રાખી શકાય છે.  જણાવી દઈએ કે UAN  આઈડી તેમાં મેમ્બર્સ માટે એક umbrellaની જેમ કામ કરે છે. 

EPFOએ કર્યુ ટ્વીટ 
EPFOએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમે કોઈ પણ પીએફના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો. ટ્વીટમાં એક તસ્વીર શેર કરવામાં આવી છે જેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવાની દરેક પ્રોસેસ જણાવવામાં આવી છે. 

ઓનલાઈન આ રીતે કરો ટ્રાન્સફર 

  • સૌથી પહેલા તમારે Unified Member Portal પર વિઝિટ કરવાનું રહેશે. પછી UANની સાથે તેને લોગ ઈન કરો. 
  • ઓનલાઈન સર્વિસ માટે One Member One EPF પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે તમારે હાલની કંપની સાથે જોડાયેલી જાણકારી અને પીએફ એકાઉન્ટને વેરિફાઈ કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. તમને છેલ્લી જોબની PF એકાઉન્ટ ડિટેલ્સ જોવા મળશે. 
  • છેલ્લી કંપની અને હાલની કંપનીમાંથી કોઈ એક સીલેક્ટ કરવાની રહેશે. બન્નેમાંથી કોઈ એક કંપનીને સિલેક્ટ કર્યા બાદ મેમ્બર આઈડી અથવા UAN આપો. 
  • સૌથી છેલ્લે Get OTP ઓપ્શન પર ક્લિક કરો. જેનાથી તમારી પાસે UANમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવી જશે ત્યાર બાદ તે OTPને નાખીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. 
  • તમારા EPF એકાઉન્ટનું ઓનલાઈન ટ્રાન્સફર પ્રોસેસ પુરૂ થઈ ગયું છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ