મહામંથન / અસમંજસની સ્થિતિમાં શિક્ષણ-શાળા-શિક્ષકોને કેવી રીતે બચાવીશું?

છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન શિક્ષણનો ખાનગી શાળાઓએ બહિષ્કાર કર્યો છે અને ઓનલાઈન અભ્યાસ બંધ કરી દીધો છે. તો બીજી બાજુ સરકારે ખાનગી શાળાઓના નિર્ણય સામે ખુદ ઓનલાઈન ક્લાસ આપવાનું નક્કી કર્યુ અને ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે તે માટે પ્રયાસ કર્યા. ઓનલાઈન અને ઓફલાઈનની માથાકૂટમાં આખરે વાલીઓ અને શાળા સંચાલકો કોઈ વચગાળાનો રસ્તો કાઢવામાં સફળ નથી રહ્યા અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ભણતરને લઈને મૂંઝાઈ રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શિક્ષણ, શાળા અને શિક્ષકોને આપણે કેવી રીતે બચાવી શકીએ. ઓનલાઈન શિક્ષણની સામે વચગાળાનો રસ્તો શું છે. ઓનલાઈન ઓફલાઈનની ઝંઝટમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય. પોતાના સંતાનોને કેવી રીતે ભણાવીને શિક્ષિત બનાવી શકાય. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ