how to renew your driving license if it is older than 20 years
તમારા કામનું /
વાહન ચલાવતા હોવ તો જાણી લેજો આ સમાચાર, નહીંતર 12 માર્ચે અવૈધ થઈ જશે તમારું લાયસન્સ
Team VTV03:38 PM, 06 Mar 22
| Updated: 03:38 PM, 06 Mar 22
જો તમારી પાસ 20 વર્ષ કરતા જુનું ડ્રાઈવિંગ લાઈસન્સ છે, તો તેને અપડેટ કરાવવું જરૂરી છે. જાણો કેવી રીતે કરાવી શકશો અપડેટ
જુના લાઈસન્સને અપડેટ કરાવવું જરૂરી
'સારથી' પોર્ટલના માધ્યમથી થઇ શકશે રીન્યુઅલ
ડેટાનું ઓનલાઈન હોવું જરૂરી
જુના લાઈસન્સને અપડેટ કરાવવું જરૂરી
જો તમારી પાસે પણ 20 વર્ષ જુનું એટલે કે સાલ 2002 પહેલાનું બનેલ ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો આ ખબર તમારા માટે અત્યંત જરૂરી છે. કેમકે 12 માર્ચે આ ડ્રાઈવિંગ લાઈસન્સને અપડેટ કરાવવું જરૂરી છે. જો આવું ન કર્યું તો તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ વેલીડેટ નહિ રહે.
'સારથી' પોર્ટલના માધ્યમથી થઇ શકશે રીન્યુઅલ
પરિવહન મંત્રાલય તરફથી આ બાબતને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનાં 'સારથી' પોર્ટલનાં માધ્યમથી દેશભરનાં લાઇસન્સની જાણકારી તથા આવેદનની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.
'સારથી' પોર્ટલના માધ્યમથી તમે ઘરે બેઠા ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ, રીન્યુઅલ, ડુપ્લિકેટ તથા કરેકશન સાથે જોડાયેલ કામ પણ કરાવી શકો છો. આ ઉપરાંત, મંત્રાલયે બધા આરટીઓને નિર્દેશ કર્યો છે કે હસ્તલિખિત એટલે કે ડાયરી પર બનેલ જુના ડ્રાઈવિંગ લાઈસન્સનો ડેટા ઓનલાઈન કરવામાં આવે. 12 માર્ચ સુધી સારથી પોર્ટલ પર બેકલોગ એંટ્રીની લિંક ખુલી રહેશે. ત્યાર બાદ આ સુવિધા બંધ થઇ જશે.
ડેટાનું ઓનલાઈન હોવું જરૂરી
ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે જોડાયેલ આખી પ્રક્રિયા સારથી પોર્ટલના માધ્યમથી જ થવાની છે. આ માટે ડેટાનું ઓનલાઈન હોવું જરૂરી છે. વિભાગે આદેશ જાહેર કર્યા છે કે જેની પાસે ડાયરીના લાઇસન્સ છે, તે રજીસ્ટ્રેશન સારથી પોર્ટલ પર જ કરાવો. નહીતર તેમના લાઇસન્સનું રીન્યુઅલ નહિ થાય કે ન ડુપ્લિકેટ લાઈસન્સ બની શકે. વર્ષ 2002 પહેલા બધા ડીએલ ઓફલાઈન બનતા હતા. જેનો ડેટા ઓનલાઈન હોતો નથી. 20 વર્ષની અવધિવાળા આ લાઈસન્સનાં નવીનીકરણ વગેરેનાં આવેદનો આવી રહ્યા છે.