બ્રેકિંગ ન્યુઝ
Mayur
Last Updated: 03:46 PM, 29 September 2021
ચોમાસાની ઋતુ રોગોની ઋતુ માનવામાં આવે છે. વિવિધ પ્રકારના વોટર બોર્ન કે વેક્ટર બોર્ન ડીસીઝીસ એટલે કે પાણીજન્ય રોગો થવાની સંભાવના વધારે રહેતી હોય છે. સાથે વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગો પણ થતાં હોય છે.
ADVERTISEMENT
આ વખતે ચોમાસામાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાંના ઘણા બધા કેસ જોવા મળયા હતા. ઉત્તરપ્રદેશને તો ડેન્ગ્યુએ જાણે રીતસર ભરડામાં લીધું હતું. ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં બાળકોથી લઈ મોટેરાંઑ સુધી તમામને ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જોવા મળી રહ્યા છે ત્યારે અહીં જાણી લો કેટલા ઘરગથ્થું નુસખા તેમજ સાવચેતીરૂપ પગલાં જે તમને અને તમારા બળકોને ડેન્ગ્યુ જેવા રોગોથી બચાવશે.
ADVERTISEMENT
1) પાણીનો સંગ્રહ ન કરો
ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉછેર પામતા હોય છે. માટે ગંદા કે ચોખ્ખા પાણીનો ભરાવો કરી રાખવો એટલે સામે ચાલીને મચ્છરને ઘર બનાવી આપવું.
2) ફ્યૂમીગેશન
લીમડા અને કપૂર જેવા ઔષધીય ગુણો ધરાવતા પાંદડાઑને સળગાવીને તેનો ધુમાડો કરવો જરૂરી છે. મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવતા ફ્યૂમીગેશન ઉપરાંત પણ આ પ્રકારે ધૂપ કરવાથી ઘણા પ્રમાણમાં સુરક્ષા મેળવી શકાય છે.
3) હરિદ્રા- હળદર
હળદર એક બેસ્ટ એન્ટીબાયોટિક ડ્રગ છે. જે દવા જેટલા જ સારા પરિણામો આપે છે. આઋતુ દરમિયાન હરિદ્રા ગરમ દૂધ સાથે લેવાથી કે મધ સાથે ચાટવાથી રેસ્પાયરેટરી ડીસીઝીસ એટલે કે શ્વસન તંત્રના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
આ જ રીતે તુલસીના, અદ્રક અને ગુડુચીના પાંદડાનો પણ ઉકાળો વગેરે બનાવીને ઉપયોગ કરી શકાય.
4) શેક
આ ઋતુમાં સાંધા સહિત શરીરના દુખાવા થતાં હોય છે. માટે ગરમ પાણી કે રેતીનો શેક કરવાથી દુખાવામાં રાહત રહે છે. સાથે બની શકે એટલા તમામ અંગો ઢાંકી રાખવા અને ઠંડા વતાવરણ માં વારંવાર ન જવું તેમજ મુસાફરી ઓછી કરવી હિતાવહ છે.
5) કોન્સ્ટીપેશન
આયુર્વેદ મુજબ સર્વ રોગનું મૂળ મંદાગ્નિ છે. માટે આ ઋતુ દરમિયાન સ્લીપ સાયકલ બરાબર રાખવી. યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે ઊંઘ લેવાથી કબજિયાતની સમસ્યા ઓછી થાય છે. તેમ છતાં જો કબજિયાત રહે તો હરડે વગેરે દવાઓ દ્વારા પણ રાહત મેળવી શકાય. પરંતુ જે વ્યક્તિને કબજિયાત હોય કે અગ્નિ મંદ હોય તેઓને રોગો થવાની સંભાવના વધી જાય છે. જેના માટે ભોજનમાં કઠોળ જેવી ભારે વસ્તુઓ ઓછી જ લો તો હિતકર છે. આ ઉપરાંત ઠંડુ પાણી કે ઠંડુ ભોજન કસમયે ભોજન પણ કબજિયાત થવાના કારણો છે.
6) ગરમ પાણી જ પીવું
ઠંડુ પાણી ખાંસી સહિત રોગો વધારે છે અને ગરમ પાણી પચવામાં પણ સરલ છે. ઠંડુ પાણી ભારે પડતું હોવાથી પાચન પણ બગડી મૂકે છે. અને ફરી કબજિયાત જેવા રોગો માટે કારણભૂત બને છે. માટે દિવસભર ગરમ પાણીનો જ ઉપયોગ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.