બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / how to be healthy in monsoon season

હેલ્ધી / ચોમાસામાં ભજીયા-પકોડાના બદલે ખાશો આ વસ્તુ તો રહેશો એકદમ ફીટ એન્ડ ફાઇન

Khyati

Last Updated: 06:10 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં તીખુ અને તળેલુ ખાવાને બદલે હેલ્ધી ઓપ્શન્સ ઘણા છે અવેલેબલ. જેમાં સિઝનલ ફ્રૂટ છે બેસ્ટ ઓપ્શન

  • ચોમાસામાં અપનાવો આ ફૂડ હેબિટ
  • હેલ્ધી અને હેપ્પી રહેવા જરૂરી છે ફ્રેશ ખોરાક
  • સિઝનલ ફ્રૂટ છે બેસ્ટ ઓપ્શન 

ચોમાસાની ઋતુ દરેક નાની મોટી વ્યક્તિને ખૂબ જ ગમે છે. જ્યારે વરસાદ પડે ત્યારે તેની સાથે ગરમાગરમ ભજિયાં-પકોડા જેવી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર છે, પરંતુ આ વરસાદની સિઝન અનેક બીમારીઓ પણ લઈને આવે છે. બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, લોકોનો પ્રશ્ન એ છે કે વરસાદમાં આપણે આપણો ખોરાક કેવો રાખવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તો હેલ્ધી રહી શકાય? તો ચાલો આજે એવા ફળો વિશે જાણો જે તમને વરસાદની મોસમમાં રાખશે એકદમ ફિટ એન્ડ ફાઇન.

સફરજન
સફરજન એક એવું ફળ છે જે બારેય મહિના બજારમાં મળે છે. રોજ એક સફરજન ખાવાથી તમે દરેક પ્રકારની સિઝનલ બીમારીઓથી બચી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણી પાચનક્રિયાને યોગ્ય રાખે છે. પરંતુ યાદ રાખો કે તમારે દિવસ દરમિયાન જ સફરજનનું સેવન કરવું જોઈએ, રાત્રે ક્યારેય નહીં.


જરદાળુ
વરસાદની મોસમમાં જરદાળુ(પીચ) બજારમાં મળે છે. તે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે વજન ઘટાડવા માટે પણ બેસ્ટ છે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે.

જાંબુ
એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર જાંબુ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ચેરી
એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ચેરી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડપ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

લીંબુ
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને વાઈરલ ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે. તમે દરરોજ સવારે ગરમ પાણી સાથે તેનું સેવન કરી શકો છો.


બીટ
બીટરૂટ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીરમાં લાલ રક્તકણોને વધારે છે એટલું જ નહીં વજન ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

દાડમ
દાડમમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે આપણા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. તે શરીરમાં લાલ રક્તકણોને પણ વધારે છે. આવી સ્થિતિમાં, તમારે વરસાદના દિવસોમાં તમારા આહારમાં દાડમનો સમાવેશ કરવો જોઈએ.


રાસબરી
રાસબરી(આલુ બુખારા) મોટાભાગે ચોમાસાની સિઝનમાં જ મળી આવે છે. તે વિટામિન સી, મિનરલ્સ, ફાઈબર અને અન્ય પોષક તત્ત્વથી ભરપૂર છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ