રિપોર્ટ અનુસાર ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન સેટ હતી અને સિગ્નલ ગ્રીન થવાને કારણે ટ્રેન આગળ વધી હતી.
કઈ રીતે કોરોમંડલ ટ્રેન લૂપ લાઈનમાં જતી રહી?
શું ઈંટરલોકિંગ સિસ્ટમ ફેઈલ થવું કારણ હતું?
રેલ્વે ઈંટરલોકિંગ સિસ્ટમ અને ડ્રાઈવરની ભૂલથી કરી રહ્યું છે ઈનકાર
ઓડિશા રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોનું મૃત્યુ નોંધાયું છે ત્યારે આ દુર્ઘટના પાછળનું આખરે કારણ શું હતું તે જાણવું જનતા માટે અત્યંત જરૂરી છે. ABP ન્યૂઝની એક રિપોર્ટ અનુસાર ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન સેટ હતી અને સિગ્નલ ગ્રીન થવાને કારણે ટ્રેન આગળ વધી હતી. માહિતી અનુસાર આ રિપોર્ટ PM મોદીને સોંપવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર કોરોમંડલ એક્સપ્રેસને સીધું જવાનું હતું પરંતુ ઈંટરલોકિંગ સિસ્ટમ લૂપ લાઈન પર સેટ હોવાને લીધે ટ્રેને આગળ વધી ગઈ હતી.
ઈંટરલોકિંગ સિસ્ટમ કઈ રીતે ફેઈલ થયું?
સિગ્નલ ગ્રીન થવા છતાં પણ જો ઈંટરલોકિંગ સિસ્ટમ સિગ્નલને અનુરૂપ નથી એટલે કે બીજી દિશામાં છે તો તેનો અર્થ થાય છે કે ઈંટરલોકિંગ સિસ્ટમ તૂટી ગયું છે.
રેલ્વેએ શું કહ્યું?
રેલ્વેનું માનવું છે કે તેમનો જે સિગ્નલિંગ સિસ્ટમ છે તેમાં આ ભૂલ શક્ય નથી. પહેલા ક્યારેય પણ આવું જોવા મળ્યું નથી કે સિગ્નલ અલગ હોય અને તેનું ઈન્ટરલોકિંગ અલગ હોય. આ સિસ્ટમ ઘણી મજબૂત હોય છે. આ દુર્ઘટના બાદ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈંટરલોકિંગ અને પ્વાઈંટ મશીનમાં કરવામાં આવેલા બદલાવને કારણે થયું છે.
લૂપ લાઈનમાં કઈ રીતે જતી રહી કોરોમંડલ?
કોરોમંડલ એક્સપ્રેસને સિગ્નલ આપવામાં આવ્યું હતું અને તેને અપ મેન લાઈન માટે રવાના કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રેન અપ લૂપ લાઈનમાં જતી રહી અને લૂપ લાઈન પર ઊભેલી માલગાડી સાથે અથડાઈ જતાં પટરી પરથી ઊતરી ગઈ. આ વચ્ચે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાઉન મેન લાઈનથી પસાર થઈ રહી હતી અને કોરોમંડલનાં પલટાયેલા ડબ્બા તેની સાથે અથડાઈ ગયાં.