બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / hotwav launched hotwav w10 rugged smartphone with 15000mah battery

લોન્ચ / ના હોય! માત્ર 8 હજારમાં મળશે Waterproof Smartphone? ફિચર્સ જાણીને ખરીદવાનું થઈ જશે મન

Premal

Last Updated: 04:08 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hotwav એ 8 હજાર રૂપિયાવાળો આકર્ષક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની વિશેષતા 15,000mAhની બેટરી છે, જે અંગે દાવો કરવામાં આવે છે કે તેમાં 1200 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઈમ છે. આ પાણીથી પણ ખરાબ નહીં થાય. આવો જાણીએ Hotwav W10 Rugged Smartphone ની કિંમત અને ફીચર્સ.

  • 8 હજાર રૂપિયાવાળો આકર્ષક સ્માર્ટફોન લોન્ચ
  • સ્માર્ટફોનમાં 1200 કલાક સુધીનો સ્ટેન્ડબાય સમય
  • સ્માર્ટફોનમાં એચડી+ રિઝોલ્યુશનની સાથે 6.53 ઈંચની ડિસ્પ્લે 

Hotwav W10 કિંમત

Hotwav W10 Rugged Smartphone મિલિટ્રી-ગ્રેડ ડ્યુરેબિલિટી અને વોટર-રેસિસ્ટન્ટ ડિઝાઈનની સાથે 24 જૂને લોન્ચ કરવામાં આવ્યો છે. જેની વિશેષતા 15,000mAhની બેટરી છે, જે અંગે દાવો કરવામાં આવે છે કે તેમાં 1200 કલાક સુધીનો સ્ટેન્ડબાય સમય છે. હેન્ડસેટનુ વેચાણ આજે એટલેકે 27 જૂનથી શરૂ થશે. Hotwav W10 27 જૂનથી AliExpress પર 99.99 ડૉલર (લગભગ 8000 રૂપિયા)માં 1 જુલાઈ સુધી ખરીદવા માટે તૈયાર થશે. પ્રારંભિક પ્રોમો બાદ તેની કિંમત 139 ડૉલર (લગભગ 11,000) સુધી વધી જશે. આ ગ્રે અને ઓરેન્જ કલરમાં આવ્યો છે. 

Hotwav W10 Specifications

Hotwav W10માં એચડી+ રિઝોલ્યુશનની સાથે 6.53 ઈંચની ડિસ્પ્લે છે. Hotwav W10 એક Mediatek Helio A22 SoC દ્વારા સંચાલિત છે, જે 4GB રેમ અને 32GB ઑનબોર્ડ સ્ટોરેજની સાથે છે. આ સ્ટોરેજ એક્સપેન્શન માટે 512GB સુધીના માઈક્રોએસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. ફોનમાં 13MPનો ડ્યુઅલ રિયર કેમેરો સેટઅપ અને ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી શૂટર છે. 

Hotwav W10 Battery અને અન્ય ફીચર્સ 

Hotwav W10માં 15,000mAh ની બેટરી છે, જે અંગે દાવો કરવામાં આવ્યો છે કે આ 28 કલાકનો સીમલેસ વીડિયો પ્લેટાઈમ પ્રદાન કરે છે. બેટરી 18W વાયર્ડ ચાર્જિગ અને રિવર્સ ચાર્જિગને પણ સપોર્ટ કરે છે. આ મિલિટ્રી-ગ્રેડ ડ્યુરેબિલિટી પ્રદાન કરવા માટે MIL-STD810H પ્રમાણિત છે. હેન્ડસેટને વોટર-રેસિસ્ટન્ટ ડિઝાઈન માટે IP68 અને IP69K રેટેડ પણ આપવામાં આવ્યું છે. જેમાં ચાર  સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ GPS, GLONASS, Beidou અને Galileo નો સમાવેશ થાય છે. સુરક્ષા માટે સ્માર્ટફોનમાં બેક અને ફેસ અનલૉક ટેકનિક પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hotwav W10 Hotwav W10 Rugged Smartphone Hotwav W10 Specifications Smartphone Features Waterproof Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ